Thursday, February 26, 2026
Homeરાજ્યહાલારફૂલડોલ ઉત્સવ પૂર્વે બુલડોઝર

ફૂલડોલ ઉત્સવ પૂર્વે બુલડોઝર

દેવભૂમિ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની તૈયારીઓ પુરજોશમાં છે અને આ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી હોય દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકામાં દર્શનાર્થે આવી રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા હાઇવે પર રહેલાં દબાણો તોડી પાડવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ યાત્રાધામ દ્વારકામાં આગામી ફૂલડોલ ઉત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લાખો ભાવિકો પગપાળા, વાહન મારફતે અથવા રેલ અને રોડ માર્ગે દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે શહેરના મુખ્ય માર્ગો તથા હાઈવે પર વ્યાપક ભીડભાડની સંભાવના જણાતા વાહનોની અવરજવર સરળ બને અને પદયાત્રીઓને મુશ્કેલી ન પડે તે માટે ગઈકાલે બુધવારે દ્વારકા શહેર વચ્ચેથી નિકળતા નેશનલ હાઈવે પરના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. દ્વારકામાં વહીવટી તંત્રએ પોલીસ કાફલાને સાથે રાખીને હાઈવે પરના નડતરરૂપ કાચા-પાકા દબાણોને હટાવવાની કામગીરી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular