જામનગર શહેરમાં સરૂ સેકશન રોડ નજીક રહેતાં બિલ્ડરએ ક્ધસ્ટ્રકશનનો વ્યવસાય બરાબર ચાલતો ન હોય ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સરૂ સેકશન રોડ મહાવીર સોસાયટીમાં રહેતાં સાહિલ ધીરુભાઈ દુધાગરા (ઉ.વ.32) નામના યુવાન બિલ્ડરે બાંધકામનો વ્યવસાય સરખો ચાલતો ન હોય જે બાબતની ઘરે અવાર-નવાર ચિંતા કરતા હોય જેથી આજરોજ સવારના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ અંગે કિશોરભાઈ દુધાગરા દ્વારા જાણ કરાતા હેકો પી.કે.વાઘેલા સહિતના સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે વધુ તપાસ હાથ ધરી હતી.