Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સવારથી જ BSNLનું નેટવર્ક ઠપ્પ, જાણો કારણ

જામનગરમાં સવારથી જ BSNLનું નેટવર્ક ઠપ્પ, જાણો કારણ

- Advertisement -

જામનગરમાં આજે વહેલી સવારથી જ બીએસએનએલના ગ્રાહકો નેટવર્ક ન મળતું હોવાના લીધે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અનેક વખત BSNLના નેટવર્કમાં ટેકનીકલ ફોલ્ટ થતો હોવાના લીધે જામનગરના લોકોએ આ તકલીફનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આજે વહેલી સવારથી જ શહેરમાં BSNLનું નેટવર્ક ઠપ્પ થયું છે. ઇન્ટરનેટ તેમજ મોબાઈલ કોલિંગ સુવિધાઓ ઠપ્પ થઇ છે. મેહુલનગર એક્ષચેન્જમાં WTRમાં અવારનવાર ફોલ્ટ થતો હોવાથી લોકોએ આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

- Advertisement -

જામનગરમાં આજેસવારથી જ BSNLનું નેટવર્ક ઠપ્પ થયું છે. મેહુલનગર એક્ષચેન્જમાં WTRમાં ટેકનીકલ ખામી સર્જાતા મોબાઈલ નેટવર્ક તેમજ બ્રોડબેન્ડ અને લેન્ડલાઈન તમામ સેવાઓ ખોરવાઈ છે. પરિણામે BSNLના વપરાશકર્તાઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અગાઉ પણ મેહુલનગર એક્ષચેન્જમાં આવેલ WTR ()માં અનેક વખત ખામીઓ સર્જાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular