Monday, February 9, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં પ્રેમલગ્ન કરનાર બનેવી ઉપર સાળાએ છરીના ઘા ઝિંકયા

જામનગરમાં પ્રેમલગ્ન કરનાર બનેવી ઉપર સાળાએ છરીના ઘા ઝિંકયા

શનિવારે રાત્રિના સમયે કાલાવડ નાકા બહાર હુમલો : ગળામાં, ખભામાં અને કાનમાં ઘા ઝિંકયા : ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી : પ્રેમલગ્ન પસંદ ન હોવાનો ખાર

જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર રહેતાં યુવાનએ બીજીવાર પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી તેના સાળાએ છરી વડે હુમલો કરી ગળામાં ઘા ઝિંકી ગંભીર ઇજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપવાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતાં નદીમભાઇ સલીમભાઇ કુરેશી (ઉ.વ.35) નામના યુવાને બીજીવાર પ્રેમલગ્ન કર્યા હતા. તે યુવતિના ભાઇ અબ્દુલ મુતલીબ કુરેશીને પસંદ ન હતાં. આ બાબતનો ખાર રાખી શનિવારે રાત્રિના સમયે નદીમ કલ્યાણ ચોક પાસે હતો, ત્યારે તેનો સાળો અબ્દુલ મુતલીબ રજાક કુરેશીએ આવીને બનેવી ઉપર પાછળથી ગળાના ભાગે છરીનો ઘા ઝિંકી દીધો હતો અને જેમ ફાવે તેમ ગાળો કાઢી છરી ઝિંકી હતી. સાળા દ્વારા કરાયેલા હુમલામાં નદીમને ગળા, કાન તથા ખભામાં ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત સાળાએ છરી વડે હુમલો કરી બનેવીને પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ નદીમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ વી. આર. ગામેતી તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ સાળા અબ્દુલ મુતલીબ વિરૂઘ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular