Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરVideo : સત્યસાઇ વિદ્યાલયમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઝગમગ ઉજવણી

Video : સત્યસાઇ વિદ્યાલયમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઝગમગ ઉજવણી

જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ પ્રથમ દિપ પ્રગટાવ્યો : 15,111 દિપ પ્રગટાવાયા

- Advertisement -

પ્રભુ શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમિતે શ્રી સત્ય સાઈ વિદ્યાલયના આંગણમાં આનંદની ઉજવણી છવાઈ ગઈ. ભારતના ઇતિહાસમાં આ મહત્વપૂર્ણ અવસરની શાળા અને તેના વિદ્યાર્થીઓએ હૃદયપૂર્વક અને ઉત્સાહપૂર્ણ ઉજવણી કરી. શ્રી સત્ય સાંઈ વિદ્યાલયનું આંગણ 15111 દીવડાથી જગમગી ઉઠ્યું. શ્રી સત્ય સાઈ વિદ્યાલયમા માત્ર દીવડાની જ્યોત જ નહિ પરંતુ આ 15111 દીવડાથી અયોધ્યા સ્થિત પ્રભુ શ્રી રામના મંદિર ની પ્રતિકૃતિ બનાવવામાં આવી. શાળાએ દીવડા સાથે પ્રસંગ અનુરૂપ 2000 ફૂટની રંગોળીથી શ્રી રામના આગમનનો હર્ષ દર્શાવ્યો. આ ભવ્ય ઉજવણીનો હેતુ શ્રી રામનું મહત્વ અને તેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને પ્રકાશિત કરવાનો છે

- Advertisement -

શ્રી સત્ય સાઈ વિદ્યાલયના ચેરમન, જામનગરના રાજવી જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજાએ પ્રથમ જ્યોત પ્રગટાવી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. જમસાહેબનો આ ભાવ આપણી સાંસ્કૃતિક વારસાને જાળવવા અને જતન કરવાની તેઓની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. શ્રી રામ મંદિરની પવિત્રતાને પ્રતિબિંબિત કરતો આ પ્રસંગ ભગવાન શ્રી રામના ભક્તિમાય ભજન થી ગુંજી ઉઠ્યો. 5000થી વધુ ઉત્સાહી સહભાગીઓના આ મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બન્યા. શ્રી સત્ય સાંઈ વિદ્યાલય આ ઐતિહાસિક ક્ષણનો એક ભાગ હોવાનો ગર્વ અનુભવે છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular