જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા બ્રાસપાર્ટના કારખાનામાંથી સાત મહિના દરમિયાન જુદા જુદા સમયે અજાણ્યા તસ્કરોએ કારખાનામાંથી રૂા.9,61,400 ની કિંમતનો 2090 કિલો પીતળનો છોલ ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ઓશવાળ કોલોની વિસ્તારમાં રહેતાં મેહુલભાઇ ધીરજલાલ જોબનપુત્રા નામના યુવાનુનું શંકરટેકરી ઉદ્યોગનગરમાં બ્લોક નં.457 માં આવેલા જલારામ મેટલ એલોઇસ નામના કારખાનામાંથી ગત તા.30/12/2022 થી તા. 28/06/2023 સુધીના સાત માસના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ સમયાંતરે રૂા.9,61,400 ની કિંમતનો 2090 કિલો પીતળનો છોલ ચોરી કરી ગયા હતાં. લાખોની કિંમતના પીતળના છોલની ચોરીના બનાવની જાણ કરતા પીએસઆઇ વી.એ. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી.