ઓપરેશન સિંદુરથી સમગ્ર દેશમાં દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બની છે. ત્યારે સુરતના એક જવેલર્સે આવનારા દિવસોમાં આવતા રક્ષાબંધનના તહેવાર પર બ્રહ્મોસ મિસાઈલની રાખડી બનાવી છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ રાખડી સોનામાં 9 કેરેટ અને 7 ગ્રામ વજનની છે અને ચાંદીમાં 16 ગ્રામ વજનની બનાવી છે. જેના દ્વારા સોનું-ચાંદી ધારણ કરી શકાય અને દેશભક્તિનું સંગમ પણ બની રહે. આમ, જયારે કોઈ બહેન ભીના કાંડા પર બ્રહ્મોસ મિસાઈલની રાખડી બાંધશે ત્યારે તે રક્ષણ અને દેશભક્તિનું પ્રતિક બનશે.
View this post on Instagram


