Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં ગઢવી યુવાનની હત્યા પ્રકરણના બંને આરોપીઓ જેલ હવાલે

ખંભાળિયામાં ગઢવી યુવાનની હત્યા પ્રકરણના બંને આરોપીઓ જેલ હવાલે

- Advertisement -

ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા એક યુવાન પર શનિવારે રાત્રે જીવલેણ હુમલો કરી, ઈજા પહોંચાડ્યા બાદ આ યુવાનનું મૃત્યુ નીપજતા મૃતકના પિતરાઈ ભાઈઓ એવા હત્યા પ્રકરણના બંને આરોપીઓને પોલીસે તાકીદે દબોચી લઈ, જેલ હવાલે મોકલી આપ્યા છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા નારણ પબુભાઈ વરજાંગવારા નામના 22 વર્ષના ગઢવી યુવાન પર શનિવારે રાત્રે આ જ ગામના થારીયા ભાયા સિંધિયા નામના શખ્સે લોખંડના પાઈપ પડે તથા રણમલ ભાયા સિંધિયાએ લાકડી વડે હુમલો કર્યો હતો.

આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા નારણ પબુ ગઢવીને ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવારની આવશ્યકતા જણાતા અમદાવાદ લઈ જતા માર્ગમાં જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

આના અનુસંધાને ખંભાળિયા પોલીસે મૃતક નારણભાઈના કુટુંબી ભાઈઓ એવા થારીયા તથા રણમલ ભાયા ગઢવી સામે હત્યાની કલમ મુજબ ગુનો નોંધી રવિવારે રાત્રે જ તેની બેહ ગામેથી ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષીએ ઉપરોક્ત બંને શખ્સોને ગઈકાલે સોમવારે અહીંની અદાલતમાં રજૂ કરતા નામદાર અદાલતે આ બંનેને જેલ હવાલે મોકલી આપવાનો હુકમ કર્યો છે.

આ સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોષી, પી.એસ.આઈ. વી.બી. પીઠીયા, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, જેઠાભાઈ પરમાર, રોહિતભાઈ થાનકી, મહદિપસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, ખીમાભાઈ કરમુર, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular