દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સામે લોકોને રક્ષિત કરવા માટે સધન રસીકરણ ઝુંબેશનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જિલ્લામાં આ રસીકરણ મહા અભિયાન અન્વયે 2.45 લાખથી વધુ લોકોને રસીકરણનો પ્રથમ ડોઝ તથા 77 હજારથી વધુ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોવિડ-19 રસીકરણ અન્વયે ખંભાળિયા તાલુકાના 83,084, કલ્યાણપુર તાલુકાના 74,161, દ્વારકા તાલુકાના 48,632 અને ભાણવડ તાલુકાના 39,907 લોકો સાથે જિલ્લામાં કુલ 2,45,784 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. જિલ્લામાં કુલ 42.49 ટકા રસીકરણ અંતર્ગત પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
જ્યારે ખંભાળિયા તાલુકાના 27,761, કલ્યાણપુર તાલુકાના 22, 547, ભાણવડ તાલુકાના 14,130 મળીને જિલ્લાના કુલ 77,475 (31.52 %) લોકોને રસીકરણનો બીજો ડોઝ આપવામાં આવ્યો હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.
દ્વારકા જિલ્લાના 32 ટકા લોકોને લાગી ગયા વેક્સિનના બન્ને ડોઝ
જાણો.. કયાં તાલુકાના કેટલાં લોકોએ વેક્સિન લીધી