Tuesday, December 24, 2024
Homeરાજ્યઠેબા ગામમાં એકલવાયા જીવનથી કંટાળી યુવકે જિંદગી ટૂંકાવી

ઠેબા ગામમાં એકલવાયા જીવનથી કંટાળી યુવકે જિંદગી ટૂંકાવી

પરિવારથી દૂર રહેતાં યુવકની ગળેફાંસો ખાઈ આત્મહત્યા : સાપરમાં વીજશોકથી પ્રૌઢનું મોત : સાતી ચલાવતા સમયે હૃદયરોગના હુમલાથી પ્રૌઢનું મૃત્યુ

- Advertisement -

જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા અને એકલવાયુ જીવન જીવતા યુવકે જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર જિલ્લાના સાપર ગામમાં રહેતાં આદિવાસી પ્રૌઢને વાડીમાં વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં સાતી ચલાવતા સમયે પ્રૌઢને છાતીમાં દુ:ખાવો ઉપડતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અપમૃત્યુના બનાવોની વિગત મુજબ પ્રથમ બનાવ, જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતો નિરજકુમાર (ઉ.વ.19) નામના યુવકે પરિવારથી દૂર રહેતા અને એકલવાયા જીવનથી કંટાળીને બુધવારે સાંજના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની ચંદનકુમાર પાંડે દ્વારા જાણ કરાતા હેકો સી.જે. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.

બીજો બનાવ, જામનગર જિલ્લાના સાપર ગામની સીમમાં આવેલી ભગવાનજી ગામેતીના ખેતરમાં મજૂરીકામ કરતા સમયે નવલસિંગ વેસ્તીપભાઇ બથરિયા (ઉ.વ.54) નામના પ્રૌઢને ગુરૂવારે મધ્યરાત્રિના સમયે ઈલેકટ્રીકશોક લાગતા બેશુધ્ધ થઈ જવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાંં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે માધુભાઈ ચંગલ દ્વારા પોલીસમાં જાણ કરાતા એએસઆઈ વી.બી. રાઠોડ તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો બનાવ, કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામમાં રહેતાં અને ખેતીકરતા છોટુભા કિલુભા જાડેજા (ઉ.વ.52) નામના પ્રૌઢ બુધવારે બપોરના સમયે તેના ખેતરમાં સાતી ચલાવતા હતાં તે દરમિયાન અચાનક છાતીમાં દુ:ખાવો થવાથી બેશુધ્ધ થઈ જતાં સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર જનકસિંહ દ્વારા જાણ કરાતા હેકો આર.કે. ઝાલા તથા સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular