ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દારૂની રેલમ છેલ જેવી સ્થિતિ પ્રવતી રહી છે. કડક અમલવારીના સરકારના દાવા પોકળ સાબિત થઇ રહ્યા હોય તેમ રાજયના અન્ય વિસ્તારોની જેમ જામનગર જિલ્લામાંથી પણ છેલ્લાં કેટલાંક દિવસોથી જથ્થાબંધ દારૂ ઝડપાઇ રહ્યો છે. પોલીસે નાઘેડી પાસે એક ઇનોવા કાર માંથી 255 બોટલ અંગ્રેજી દારૂ તથા 13 નંગ બિયરના ટીન પકડી પાડયા છે. પોલીસની કાર્યવાહી દરમ્યાન આરોપી નાસી છૂટયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબીને મળેલી બાતમી અનુસાર નાઘેડીમાં રહેતો રામભાઇ ઉર્ફે રામકો જીવાભાઇ મેર નામનો શખ્સ પોતાના કબ્જાની ઇનોવા કાર નંબર જીજે.18 એબી.7277માં અંગ્રેજી દારૂની હેરફેર કરી રહ્યો છે.આ બાતમીના આધારે પોલીસે ગોઠવેલી વોચમાં નાઘેડીથી કનસુમરા જવાના રસ્તા પરથી આ કાર મળી આવી હતી. જેની તલાસી લેતાં તેમાંથી 255 નંગ અંગેજી દારૂનો જથ્થો તેમજ 13 નંગ બિયરના ટીન મળી આવ્યા હતાં. પોલીસે દારૂનો આ જથ્થો કબ્જે કર્યો હતો. જો કે, પોલીસની આ કાર્યવાહીની ભનક આરોપીને પહેલીથી જ પડી જતાં પોલીસ કાર્યવાહી કરે તે પહેલાં જ કાર મુકીને નાશી છુટયો હતો. પોલીસે દારૂ સહિત કુલ રૂા.4,95,975નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર થઇ ગયેલા આરોપીને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.
ઉપરોકત કાર્યવાહી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એસ.એસ.નીનામાની સુચનાથી પીએસઆઇ કે.કે.ગોહિલ આર.બી.ગોજિયા તથા બી.એમ.દેવમુરારી તેમજ એલસી સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બશીર મલેક, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજી પટેલ, શરદ પરમાર, હિરેન વરણવા, દિલીપ તલાવાડિયા, ફિરોજ દલ, ખીમભાઇ ભોંચિયા, લાભુ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપ ધાંધલ, વનરાજ મકવાણા, પ્રતાપ ખાચર, નિર્મળસિંહ બી.જાડેજા, અશોક સોલંકી, મિતેશ પટેલ, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, નિર્મળિંસંહ એસ. જાડેજા, લક્ષ્મણ ભાટિયા, સુરેશ માલકિયા, એ. બી. જાડેજા, અરવિંદગિરી વગેરે દ્વારા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શખ્ત દારૂ બંધી અને રાત્રી કર્ફયુ તેમજ પોલીસના સતત પેટ્રોલીંગ વચ્ચે પણ જામનગર જિલ્લામાં છેલ્લાં કેટલાંક દિવસથી દારૂના વિશાળ જથ્થાઓ ઝડપાઇ રહ્યા છે. બુટલેગરોને પોલીસનો કોઇ ભય જ ન હોઇ તેમ અથવા તો મીલીભગતથી બેફામ રીતે દારૂની હેરફેર થઇ રહી હોવાનું જણાઇ રહ્યું છે. જેટલો જથ્થો ઝડપાઇ છે. તેના કરતાં અનેક ગણો જથ્થો સલામત રીતે ઘુસાડી દેવામાં આવતો હોવાનું પણ માનવામાં આવે છે.
જામનગર જિલ્લામાં બેખોફ દારૂનો જથ્થો ઘુસાડી રહ્યા છે બુટલેગરો
પોલીસે નાઘેડી પાસેથી કારમાંથી વધુ 255 બોટર પકડી પાડી