જામનગર શહેર અને જિલ્લામાં બુટલેેગર વિરૂધ્ધ કડક કાર્યવાહી અંતર્ગત એલસીબીની ટીમે ગુલાબનગરના શખ્સ વિરૂધ્ધ કરેલી પાસાની દરખાસ્ત મંજૂર કરાતા ધરપકડ કરી વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી એલસીબી પીઆઇ જે.વી.ચૌધરી તથા સ્ટાફ દ્વારા બુટલેગર અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી અંતર્ગત ગુલાબનગર વિસ્તારમાં રામવાડી બજરંગ ચોકમાં રહેતાં અબ્દુલ ઉર્ફે ગણિત અબ્દુલ કરીમ મકવાણા નામના શખ્સ વિરૂધ્ધ પીએસઆઇ આર.કે. કરમટા, શરદ પરમાર, હિરેન વરણવા દ્વારા તૈયાર કરાયેલી પાસાની દરખાસ્ત કલેકટર બી.એ.શાહ દ્વારા મંજૂર કરવામાં આવતાં એલસીબીની ટીમે અબ્દુલ મકવાણાની ધરપકડ કરી વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.