રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૬.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૯૪૧.૬૪ સામે ૫૨૧૪૩.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૯૫૭.૯૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૮.૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૮.૮૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૩૦૦.૪૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૬૬૦.૨૫ સામે ૧૫૬૮૨.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૬૫૬.૯૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૦.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૨.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૭૫૩.૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેર હવે મંદ પડયાની સાથે દેશભરમાં વિવિધ રાજયોમાં લોકડાઉનના નિયમો હળવા કરીને અનલોક તરફના પગલાં લેવાતાં આર્થિક પ્રવૃતિઓ ફરી ધમધમતી થવાના અને આર્થિક વિકાસને વેગ મળવાના અંદાજો વચ્ચે ફંડોએ આજે શેરોમાં ઈન્ડેક્સ બેઝડ તેજીને આગળ વધારી હતી. દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામને ઝડપી બનાવવા થઈ રહેલા પ્રયાસો સાથે આગામી દિવસોમાં ભારતને કોરોના મુક્ત કરવામાં સફળતા મળવાના અંદાજો અને સરકાર દ્વારા સ્ટીમ્યુલસના વધુ પગલાંની અપેક્ષાએ આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.
સ્થાનિક સ્તરે વધી રહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી સર્વોચ સપાટી તરફ વધી રહ્યા છે. કોરોના સંક્રમણના પરિણામે વિવિધ રાજયોમાં લોકડાઉન બાદ અનલોક સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધી રહ્યો હોઈ આગામી દિવસોમાં આ સંક્રમણને રોકવામાં સફળતા મળવાના સંજોગોમાં બજારો પરનું જોખમ પણ હળવું થઈ શકે છે, પરંતુ હાલ પરિસ્થિતિ પડકારરૂપ બની રહી હોઈ અને પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારાને લઈ મોંઘવારી વધુ અસહ્ય બનવાની પૂરી શકયતાએ બજારનું સેન્ટીમેન્ટ ડહોળાવાની પૂરે પૂરી સંભાવના છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૭૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૨૭ અને વધનારની સંખ્યા ૨૪૫૫ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૨૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૧૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી ભારત અને સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ગંભીર અસરોમાંથી પસાર થઇ રહ્યું છે, જેની અર્થવ્યવસ્થા ઉપર ખૂબ જ માઠી અસરો વર્તાઈ હતી. મહામારીને અંકુશમાં લેવા માટે સરકારો દ્વારા લોકડાઉન સહિતના આકરા પગલાની જાહેરાતને પગલે લગભગ તમામ ઉદ્યોગોને જબરદસ્ત ફટકો પડયો હતો, જે પછી ઔદ્યોગિક કામગીરીને પુનઃ ટ્રેક ઉપર લાવવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે સરકાર અને મધ્યસ્થ બેંક દ્વારા રાહત પેકેજની જાહેરાત કરાઈ હતી. હવે તેની સકારાત્મક અસરો પણ જોવા મળી રહી છે.
આપણે મહામારીમાંથી બહાર આવી રહ્યાં છે ત્યારે વિશ્વભરમાં આર્થિક પ્રવૃત્તિઓ પણ સામાન્ય સ્થિતિ તરફ પરત ફરી રહી છે. હાલના સમયમાં બજારમાં પર્યાપ્ત તરલતાની સ્થિતિનું સર્જન થયું છે અને વધારાની તરલતાનો પ્રવાહ શેરબજાર તરફ વળતાં સ્થાનિક બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં વૈશ્વિક બનાવો અને અમેરિકન બજારના સંકેતો તેમજ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરનારા રોકાણ ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ તથા ક્રૂડ ઓઈલના ભાવો પર ભારતીય શેરબજારની નજર રહેશે.
તા.૧૧.૦૬.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૧૦.૦૬.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૭૫૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૫૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૫૭૯૭ પોઈન્ટ થી ૧૫૮૦૮ પોઈન્ટ ૧૫૮૩૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૧૦.૦૬.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૫૩૦૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૪૭૪ પોઈન્ટ થી ૩૫૬૦૬ પોઈન્ટ, ૩૫૭૭૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૭૭૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૨૦૫ ) :- કમર્શિયલ વિહિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૨૫૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૫૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૭૪ થી રૂ.૧૦૮૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- એચસીએલ ટેકનોલોજી ( ૯૭૩ ) :- રૂ.૯૪૪ નો પ્રથમ તેમજ રૂ.૯૩૦ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૮૯ થી રૂ.૯૯૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- બર્જર પેઈન્ટ ( ૮૧૪ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૩૮ થી રૂ.૮૪૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ ( ૭૩૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કોમોડિટી કેમિકલ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૪૭ થી રૂ.૭૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- બાટા ઇન્ડિયા ( ૧૬૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૨૭ થી રૂ.૧૬૧૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૯૮ ) :- રૂ.૧૫૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૫૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૮૦ થી રૂ.૧૪૬૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- ટેક મહિન્દ્ર ( ૧૦૬૭ ) :- ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૪૫ થી રૂ.૧૦૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- અદાણી પોર્ટ ( ૮૫૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૩૩ થી રૂ.૮૧૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ભારત ફોર્જ ( ૭૬૩ ) :- ૭૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૮૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૪૭ થી રૂ.૭૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૯૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )