Tuesday, December 16, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઅમિતાભ બચ્ચનના બંગલા સહીત ચાર સ્થળોએ બોમ્બ મુકાયા !, પોલીસ દોડતી થઇ

અમિતાભ બચ્ચનના બંગલા સહીત ચાર સ્થળોએ બોમ્બ મુકાયા !, પોલીસ દોડતી થઇ

ગતરાત્રે મુંબઈમાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં એક ફોન કોલ આવ્યો હતો. અને અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત બંગલામાં અને ત્રણ રેલ્વે સ્ટેશન પર બોમ્બ રાખ્યો હોવાનું જણાવવામાં આવતા જ મુંબઈ પોલીસ દોડતી થઇ હતી. પરંતુ કોઈપણ સંદિગ્ધ વસ્તુ ન મળી આવતા આ ફેક કોલ હોવાનું સામે આવ્યું છે. અને પોલીસે ફોન કોલના આધારે બે શખ્સની અટકાયત કરી છે.

- Advertisement -

તપાસ દરમિયાન હજુ સુધી કંઇ શંકાસ્પદ મળ્યું નથી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈ પોલીસના મુખ્ય કંટ્રોલ રૂમને શુક્રવારે રાત્રે એક કોલ આવ્યો હતો જેમાં કોલરે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), ભાયખલા, દાદર રેલવે સ્ટેશન અને અભિનેતા અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત બંગલામાં બોમ્બ મૂકવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “કોલ મળ્યા બાદ સરકારી રેલવે પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ અને સ્થાનિક પોલીસ આ સ્થળોએ પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. અત્યાર સુધી આ સ્થળોએ કંઇ શંકાસ્પદ મળ્યું નથી પરંતુ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular