Monday, December 23, 2024
Homeરાજ્યહાલારજામજોધપુરમાં દેશી દારૂના જથ્થા સાથે બોલેરો ચાલકને પોલીસે દબોચ્યો

જામજોધપુરમાં દેશી દારૂના જથ્થા સાથે બોલેરો ચાલકને પોલીસે દબોચ્યો

સ્થાનિક પોલીસે 1200 લીટર દારૂ-મોબાઇલ અને બોલેરો કબ્જે કરી : અન્ય બે શખ્સોની સંડોવણી ખુલ્લી

- Advertisement -

જામજોધપુર ગામના બસ સ્ટેન્ડ પાસેથી મળેલી બાતમીના આધારે સ્થાનિક પોલીસે બોલેરો વાહનની તલાસી લેતા તેમાંથી રૂ.24000 ની કિંમતનો દેશી દારૂ મળી આવતા પોલીસે મોબાઇલ ફોન, વાહન અને દારૂ મળી કુલ રૂા.3.79 લાખનો મુદ્દામાલ સાથે શખ્સની ધરપકડ કરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામજોધપુર ગામમાં સતાપર રોડ પર દારૂના જથ્થા સાથે બોલેરો વાહન પસાર થવાની હેકો વિરેન્દ્રસિંહ જાડેજા, પો.કો. નવલભાઈ આસાણી, મયુરસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ પીઆઈ વાય.જે.વાઘેલા, પીએસઆઈ એમ.એલ. ઓડેદરા, હેકો વિરેન્દ્રસિંહ જાડેજા, પો.કો.નવલભાઈ આસણી, મેઘરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, અશોકભાઈ ગાગીયા, લાલજીભાઈ ગુજરાતી સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાલવા ફાટક તરફથી આવી રહેલી બાતમી મુજબની જીજે-15-વાયવાય-2024 નંબરની બોલેરોને આંતરીને તલાસી લેતા વાહનમાં રૂા.24000 ની કિંમતનો 1200 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દેશી દારૂ અને સાડા ત્રણ લાખની કિંમતની બોલેરો તેમજ પાંચ હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી આવતા પરબણ ભીખા હુણ નામના રબારી શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં ખંભાડા ગામનો કારુ ગાંગા મોરી અને જશાપરનો યોગેશ ભુપત વિસાણી નામના બે શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular