જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા બે યુવકો ગઇકાલે રણજીતસાગર ડેમમાં ન્હાવા પડતા ડૂબી ગયા હતા. આ બંને યુવકોને ગોતવા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગઇકાલથી કવાયત હાથ ધરી હતી. જેમાં આજે બપોરે એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. જયારે અન્ય એક યુવકની હજુ શોધખોળ ચાલી રહી છે.
ગોકુલનગરમાં રહેતા જેકી જેન્તીલાલ મકવાણા નામના આશરે 20 વર્ષના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગઇકાલે બે યુવકો રણજીતસાગરમાં ડૂબયા બાદ ગઇકાલથી ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી.