જામનગર શહેરના ખોડિયાર કોલોની પાસેની હિમાલય સોસાયટીમાંથી મોડીસાંજે યુવાનનો મૃતદેહ મળી આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હત્યાની આશંકાએ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરની ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી હિમાલય સોસાયટીમાંથી આજે મોડીસાંજે યુવાનની લાશ મળી આવ્યાની જાણ થતાં શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. હિમાલય સોસાયટીની શેરી નંબર ત્રણમાંથી મળી આવેલા યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવતા મૃતક યુવાન રાજન કેશી નેપાળી (ઉ.વ.32)ની હોવાની ઓળખ થઇ હતી. મૃતક નેપાળી યુવાન હોટલમાં કામ કરતો હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી હત્યાની આશંકાએ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતાં.
View this post on Instagram


