Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી આધાર વગરના ડીઝલના જથ્થા સાથે બોટ કબ્જે

જામનગરમાંથી આધાર વગરના ડીઝલના જથ્થા સાથે બોટ કબ્જે

જૂના બંદર જેટીએ પોલીસ દરોડો : 3445 લીટર ડીઝલ અને બે લાખની બોટ મળી કુલ રૂા.3.82 લાખનો મુદ્દામાલ કબ્જે : બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ

- Advertisement -

જામનગર શહેરમાં બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે આધાર-પૂરાવા વગરના શક પડતા 53 ડીઝલના કેરબા અને બે લાખની કિંમતની બોટ સહિત રૂા.3.82 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર નજીક આવેલા જૂના બંદરની જેટી પાસે માછીમારની ‘યા ગોસ અલમદદ’ નામની બોટમાં ગેરકાયદેસર ડીઝલનો જથ્થો હોવાની પો.કો. રાજેન્દ્રસિંહ જાડેજા અને જીતેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એએસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.કે. કણઝારિયા, હેકો ધરમશી ડાભી તથા પો.કો. રાજેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા, ડ્રા.પો.કો. રાજેન્દ્રસિંહ ઝાલા તથા એસઆરડી શબીર ભગાડ, મોહન ટોળિયા, રાહુલ દાણી તથા વિપુલ નકુમ સહિતના સ્ટાફે તપાસ દરમિયાન રૂા.1,82,585 ની કિંમતના 3445 લીટર ડીઝલ ભરેલા 53 કેરબા મળી આવતા અને આ ડીઝલ આધાર-પૂરાવા વગરનો હોય જેથી પોલીસે બે લાખની કિંમતની ‘યા ગોસ અલમદદ’ નામની બોટ અને ડીઝલ મળી કુલ રૂા.3,82,585 નો મુદ્દામાલ કબ્જે કરી અકબર ઉર્ફે અકુળો મામદ ભગાડ અને અમીન કકકલ નામના બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular