Monday, December 23, 2024
Homeરાજ્યભાજપની નવી ટીકીટ નીતિથી દ્વારકા જિલ્લામાં ધુરંધરોની બાદબાકીની સંભાવના

ભાજપની નવી ટીકીટ નીતિથી દ્વારકા જિલ્લામાં ધુરંધરોની બાદબાકીની સંભાવના

- Advertisement -

ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા તાજેતરમાં આગામી ચૂંટણીમાં ત્રણ વખતથી વધુ સમયથી વિજેતા થતાં ઉમેદવારો તેમજ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા દાવેદારોને આ ચૂંટણીમાં ટિકિટ ન આપવા અંગેની જાહેરાત કરાતા આ મુદ્દો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભારે પ્રભાવકર્તા બની રહેનાર છે. આ સાથે ખંભાળિયા નગરપાલિકામાં પણ જો આ મુદ્દો અમલમાં મૂકવામાં આવે તો કેટલાક મજબૂત ઉમેદવારો- દાવેદારોના પતા કપાઈ જવાની પૂરી સંભાવના પણ વ્યકત કરવામાં આવી રહી છે.

- Advertisement -

આગામી તારીખ 28મી ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાનાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સાશિત ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણી પણ યોજાનાર છે. છેલ્લા આશરે વીસેક વર્ષ થયા ખંભાળિયા નગરપાલિકામાં ભાજપનું શાસન છે. ત્યારે પ્રદેશ પ્રમુખ દ્વારા ટિકિટ અંગેની ચોક્ક્સ નીતિ- રીતિ જાહેર કરવામાં આવતા 28 બેઠક પર આવતી ખંભાળિયા નગરપાલિકામાં પણ આ મુદ્દે ભારે ચર્ચા સાથે ગભરાટ પ્રસરી જવા પામ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો સમક્ષ શહેરના 132 દાવેદારોએ ટિકિટ માટેની ઈચ્છા રજૂ કરી હતી. જેમાં ખંભાળિયા નગરપાલિકામાં તત્કાલીન સભ્યો, પૂર્વ પ્રમુખો, ઉપપ્રમુખ, તથા પ્રથમ હરોળના કાર્યકરો ઉમેદવારોએ તેઓની દાવેદારી નોંધાવી હતી. પરંતુ ટિકિટ અંગે ત્રણ વખત વિજેતા ઉમેદવારો તથા 60 વર્ષની ઉપરના દાવેદારો અંગેના આ સંભવિત નિર્ણયમાં ખંભાળિયા નગરપાલિકા માટે મહત્વના તથા શ્યોર મનાતા ચાર ઉમેદવારો કે જેઓ અગાઉ પાલિકાના પ્રમુખ સહિતના હોદ્દા પર બિરાજી ચૂક્યા છે, તથા એક સીનીયર સીટીઝન અને પૂર્વ હોદ્દેદારને આ ટિકિટમાંથી બાદ રાખવામાં આવે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે. આ મુદ્દે ખંભાળિયા શહેર ભાજપના પ્રમુખ અનિલભાઈ તન્નાએ જણાવ્યું હતું કે પક્ષની ચોક્કસ ગાઈડ લાઈન તથા નિરીક્ષકો અને નેતાઓ સાથે ચર્ચા વિચારણા બાદ જરૂર પડ્યે ઉપરોક્ત નિર્ણય અમલમાં મુકવામાં આવશે. આ પછી પણ ખંભાળિયા નગરપાલિકામાં નોંધપાત્ર બેઠક સાથે ભાજપનું શાસન બરકરાર રહેશે તેઓ આશાવાદ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. આમ, ટીકીટ પોલિસી અંગે હવે શું? મજબૂત દાવેદારોને ટીકીટ ન મળવાની સંભાવના વચ્ચે સ્થાનીક રાજકારણમાં ભારે ગણગણાટ સંભાળવા મળી રહયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular