જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જવલંત વિજય મેળવ્યો છે. ત્યારે આવતીકાલે જામનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ઝંઝાવાત સર્જાયા બાદ કાર્યકર્તા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે 78 જામનગર ઉતર વિધાનસભા તથા 79 જામનગર દક્ષિણ વિધાનસભાનો કાર્યકર્તા અભિવાદન સમારોહ વિશ્ર્વકર્મા બાગ ગાંધીનગર મેઇન રોડ જામનગર ખાતે સાંજે 7 વાગ્યે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં યોજાશે.