Saturday, March 14, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ભાજપા દ્વારા રાહુલ ગાંધી વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન - VIDEO

જામનગરમાં ભાજપા દ્વારા રાહુલ ગાંધી વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન – VIDEO

દિલ્હીમાં આયોજિત એઆઇ સમિટમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના વિરોધમાં રેલી : પૂતળું બાળવાનો પ્રયાસ કરતાં પોલીસ દોડી

કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા દિલ્હી ખાતે એઆઇ સમીટના વિરોધ પ્રદર્શનને લઇ જામનગરમાં ભાજપા દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ કરાયો હતો. ભાજપ કાર્યાલયથી લાલબંગલા સુધી રેલી યોજાઇ હતી અને પૂતળાદહન જતાં પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન અટકાવી પૂતળું જપ્ત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

દિલ્હી ખાતે એઆઇ સમિટ યોજાઇ રહી છે. આ દરમ્યાન દિલ્હી ખાતે રાહુલ ગાંધી અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને લઇ ભારતીય જનતાપાર્ટીમાં આક્રોશ છવાયો હતો. જામનગર શહેર ભાજપા યુવા મોરચા દ્વારા કોંગ્રેસના રાહુલ ગાંધી વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતેથી રેલી યોજાઇ હતી. આ રેલી સૂત્રોચ્ચાર સાથે લાલબંગલા સર્કલ પાસે પહોંચી હતી. જ્યાં ભાજપના કાર્યકરો દ્વારા પૂતળાં દહનનો પ્રયાસ કરાતા પોલીસ દ્વારા પૂતળું જપ્ત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઇ દવે, ભાવેશભાઇ ઠુમ્મર, દંડક કેતન નાખવા, કોર્પોરેટરો ગોપાલભાઇ સોરઠિયા, અરવિંદભાઇ સભાયા, આશાબેન રાઠોડ સહિતના અગ્રણીઓ, વિવિધ મોરચાના હોદેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular