કર્ણાટકમાં 10 મેના દિવસે વિધાનસભાની ચૂંટણી છે. કોંગ્રેસે તેના બધા ઉમેદવારો જાહેર કરી દીધાં છે અને હવે રાજયની શાસક પાર્ટી ભાજપે પણ પહેલી યાદી જાહેર કરી છે. લાંબા મંથન અને ઘણા ફેરફારો બાદ ભાજપે 189 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
ભાજપે સીએમ બસવરાજ બોમ્બઈ તેમની પરંપરાગત બેઠક જવશલલફજ્ઞક્ષ બેઠકની ટિકિટ આપી છે. તો પૂર્વ સીએમ અને ભાજપના કદ્દાવર નેતા યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્રને શિકારીપુરાથી ટિકિટ આપવામાં આવી છે. કર્ણાટક ચૂંટણી માટે પહેલી મોટી યાદી જાહેર કરતાં ભાજપ મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે 189 ઉમેદવારોમાંથી 52 તદ્દન નવા છે. જેમાંથી 32 ઉમેદવારો ઓબીસી, 30 એસસી અને 16 એસટીના છે. નવ ડોક્ટર, 9 પોસ્ટ ગ્રેજયુએટ, 31 વકીલ, 5 એકેડેમિક, 3 આઇઅએએસ, 1 આઇપીએસ, 1 રિટાયર્ડ ઓફિસર અને 3 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.
કર્ણાટકમાં ભાજપના વરિષ્ઠ નેતા ઇશ્ર્વરપ્પા ચૂંટણીના રાજકારણમાંથી ‘નિવૃત’ થઈ ગયા છે. ઇશ્ર્વરપ્પાએ મંગળવારે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને કહ્યું હતું કે તેઓ ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવા માગે છે અને તેમને 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તેમને કોઈ પણ બેઠક પરથી મેદાનમાં ઉતારવા અંગે વિચારણા ન કરવા વિનંતી કરી હતી. ઇશ્ર્વરપ્પાએ છેલ્લા ચાર દાયકામાં રાજયમાં પાર્ટીને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. યેદિયુરપ્પા સાથે તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. ભાજપે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના નેતા જગદીશ શેટ્ટરને ચૂંટણી ન લડવા કહ્યું છે, પરંતુ તેમણે આ નિર્ણયને અસ્વીકાર્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે સર્વેમાં મારી લોકપ્રિયતા સારી છે. હું એક પણ ચૂંટણી હાર્યો નથી, તેથી મેં પાર્ટી હાઈકમાન્ડને વિનંતી કરી હતી કે મને ચૂંટણી લડવાની તક આપો.