જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે ગઇકાલે રાત્રે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. માત્ર 14 ઉમેદવારો જ રીપીટ થયા છે. પૂર્વ મેયર સહિતના પદાધિકારીઓની ટીકીટ કપાઇ છે. ગઇકાલે રાત્રે ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ટીકીટ મળેલા ઉમેદવારોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. તો બીજી તરફ ટીકીટ કપાયેલા ઉમેદવારોમાં નિરાશા છવાઇ હતી. યાદી જાહેર થયા બાદ મોડી રાત્રે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની ચુંટણીને લઇ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામને લઇ આ વખતે ભારે સસ્પેન્સ સર્જાયુ હતું. આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતીમ દિવસ છે. ત્યારે અંતિમ દિવસની પૂર્વ રાત્રીએ ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી હતી. જામનગરની 64 બેઠકો માટે જાહેર કરાયેલ યાદીમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. અને જુના જોગીઓના પત્તા કપાયા છે. ગત ટર્મમાં ભાજપાએ જામનગર મહાનગરપાલિકાના 64 પૈકી 50 બેઠકો કબ્જે કરી હતી. આ 50 પૈકી માત્ર 14 પૂર્વ કોર્પોરેટરો જ રીપીટ કરાયા છે. જ્યારે 36 ઉમેદવારો નવા ચહેરા તરીકે સામે આવ્યા છે.
ગઇકાલે જાહેર થયેલી યાદીમાં પૂર્વ મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, પૂર્વ ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, પૂર્વ સ્ટે.કમીટી ચેરમેન નિલેશભાઇ કગથરા, પૂર્વ દંડક કેતનભાઇ નાખવા સહિતનાની ટીકીટો કપાઇ છે. ગત ટર્મના 14 પૂર્વ કોર્પોરેટરો રીપીટ થયા છે. તેમાં વોર્ડ નં.2માં જયરાજસિંહ જાડેજા, વોર્ડ નં.3માં સુભાષભાઇ જોશી, વોર્ડ નં.5માં આશીષભાઇ જોશી, વોર્ડ નં.6માં જશુભા ઝાલા, વોર્ડ નં.8માં તૃપ્તીબેન ખેતીયા, વોર્ડ નં.9માં ધર્મિલાબેન સોઢા (બારોટ), અને ધીરેનભાઇ મોનાણી, વોર્ડ નં.10માં આશાબેન રાઠોડ, વોર્ડ નં.13માં પ્રવિણાબેન રૂપડયા અને બબીતાબેન લાલવાણી, વોર્ડ નં.14માં જીતેશ શીંગાળા તથા મનીષભાઇ કટારીયા, વોર્ડ નં.15માં હર્ષાબા જાડેજા, વોર્ડ નં.16માં પાર્થ કોટડીયા રીપીટ કરાયા છે.
વોર્ડ નં. 1
ઝરીનાબેન હાજીભાઈ સુંભણીયા
શારા ઉમર ચમડીયા
ઇસ્માઈલ કાદર માણેક
અમર મહેન્દ્રભાઈ મોદી
વોર્ડ નં. 2
કમળાબેન આલાભાઈ મકવાણા
યોગીતાબા દિલીપસિંહ જાડેજા
રિધ્ધીશ વાસુરભાઈ ડેર
જયરાજસિંહ અનોપસિંહ જાડેજા
વોર્ડ નં. 3
હેતલબેન ગિરીશભાઈ અમેથીયા
કૃષ્ણાબા જયેન્દ્રસિંહ ઝાલા
રાજેશ મનોજભાઈ યાદવ
સુભાષભાઈ ગીરજાશંકર જોશી
વોર્ડ નં. 4
નિશા શૈલેન્દ્ર અસવાર
સોનલબેન મહાવીરસિંહ રાણા
આલાભાઈ કાંધાભાઈ ભારાઈ
જીતેશભાઈ વિનોદભાઈ શીંગાળા
વોર્ડ નં. 5
નિતાબા ગુલાબસિંહ જાડેજા
નિકીતા કેતનભાઈ કોટક
મિથિલ મનુભાઈ માડમ
આશિષભાઈ મનુભાઈ જોષી
વોર્ડ નં. 6
જશુબા અનિરૂધ્ધસિંહ ઝાલા
નિશા નરેશભાઈ ધવલ
રાજૂ હમીરભાઈ કરમૂર
દીપકસિંહ અવધેશસિંહ ચૌહાણ
વોર્ડ નં. 7
શિતલબેન અજ્યભાઈ વાઘેલા
જ્યોત્સનાબેન હેમંતભાઈ પાંભર
રાકેશભાઈ બાબુભાઈ ડેર
સંજય બચુભાઈ મુંગરા
વોર્ડ નં. 8
તૃપ્તિ સુનિલભાઈ ખેતીયા
સંગીતા અંશ ગુઢકા
યોગેશભાઈવિરજીભાઈ કણજારીયા
મિલન ચંદુલાલ સભાયા
વોર્ડ નં. 9
ધર્મિનાબેન ગુણવંતભાઈ સોઢા
મોનિકાબેન હેમેન્દ્રભાઈ વ્યાસ
દર્શન રાજેન્દ્રભાઈ શેઠ
ધીરેન્દ્રકુમાર પ્રતાપરાય મોનાણી
વોર્ડ નં. 10
આશાબેન નટુભાઈ રાઠોડ
મંજુબેન નરસિંહભાઈ બાંભણીયા
સંજય ચતુરભાઈ દાઉદીયા
નિલેશ હરગોવિંદભાઈ હાડા
વોર્ડ નં. 11
હેતલબેન દિપેશભાઈ નકુમ
નિર્મળાબેન કિશોરભાઈ વિસોરીયા
પ્રકાશ તેજાભાઈ રાઠોડ
પૂર્વેશ ચંદ્રકાન્તભાઈ પરમાર
વોર્ડ નં. 12
મસુદ અબ્બાસ કુરેશી
રઉફ અલારખાભાઈ ગઢકાઈ
રંજનબેન ડાહ્યાલાલ નકુમ
તસ્લીમ અનવરભાઈ કુરેશી
વોર્ડ નં. 13
પ્રવિણાબેન જેરામભાઈ રૂપડિયા
બબિતાબેન મુકેશકુમાર લાલવાણી
અમર ઈશ્વરભાઈ કનખરા
ધવલ પ્રભુભાઈ નાખવા
વોર્ડ નં. 14
રીટાબેન અશ્વિનભાઈ જોટંગીયા
શર્મીલા જીતેન્દ્રભાઈ નંદા
મનિષ પરસોત્તમભાઈ કટારીયા
સુરેશ રામજીભાઈ કટારમલ (આલરીયા)
વોર્ડ નં. 15
રમીલાબેન સવજીભાઈ કણજારીયા
હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા
જયસુખભાઈ નાઢાભાઈ ડોલરીયા
દીપક રામજીભાઈ શ્રીમાળી
વોર્ડ નં. 16
ખ્યાતિ મયુરભાઈ મુંગરા
નીતાબા ભગીરથસિંહ જાડેજા
ધનજીભાઈ નાનજીભાઈ કછટીયા
પાર્થ પરસોત્તમભાઈ કોટડીયા


