Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકામાં જન્મ-મરણની નોંધણી ઓનલાઇન થઇ શકશે

જામનગર મહાનગરપાલિકામાં જન્મ-મરણની નોંધણી ઓનલાઇન થઇ શકશે

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા જન્મ અને મરણ નોંધણીની પ્રક્રિયા ઓનલાઇન થઇ શકશે. રાજયસરકારના વેબપોર્ટલ ઉપરથી જન્મ અને મરણની નોંધણી ઓનલાઇન થઇ શકશે.

જન્મ અને મરણ નોધણી ની પ્રક્રિયા હાલ રાજ્ય સરકારના વેબ પોટલ એ e-olakhમાં કરવામાં આવેલ છે.આ નોધણી ની પ્રક્રિયા સંપૂર્ણ ONLINE છે .જેથી દરેક હોસ્પિટલ દ્વારા બનતા જન્મ કે મરણ ના બનાવો ની નોધ આજ પોર્ટલ માં કરવામાં આવે છે.

હાલ ની પરીસ્થિતિ ને અનુલક્ષીને ને રાજ્ય સરકાર દ્વારા આજ પોર્ટલ માંથી જાહેર જનતા ને ઘરે બેઠા જન્મ કે મરણ ના પ્રમાણપત્રો ONLINE ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે સુવિધા 1- જાન્યુઆરી ,2020 થી તમામ નોધણી માં લાગુ પડશે .જે સેવા માં ફક્ત ડાઉનલોડ કરી શકાશે. કોઈ સુધારા કરી શકાશે નહિ.

આ સુવિધા નો લાભ લેવા જ https://eolakh. gujarat. gov.in ની સાઈટ મોબાઈલ કે કોમ્પ્યુટર માં ખોલવાની રહેશે.આ સાઈટ ઓપન કરતા હોમ પેજ ઉપર સિટીઝન સેન્ટર માંથી ડાઉનલોડ સર્ટીફોકેટ માં ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ જે પ્રમાણપત્ર જોઈતું હોઈ તે સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે જન્મ / મરણ સિલેક્ટ કર્યા બાદ કેવી રીતે શોધવું જેમ કે મોબાઈલ નં અથવા એપ્લીકેશન નં આ પૈકી કોઈ એક વિગત દાખલ કરી સર્ચ કરવાનું રહેશે. જ ત્યાર બાદ નીચે વિગત બતાવશે. જેમાં ડાઉનલોડ કરવાનો ઓપસન આવશે .જે ડાઉનલોડ કર્યાથી આપનું પ્રમાણપત્ર મોબાઈલ અથવા કોમ્પ્યુટર માં તૈયાર થશે. રજીસ્ટર મોબાઈલ નં હોસ્પિટલ માં ચોક્કસ દાખલ કરાવો . અથવા હોસ્પિટલ પાસે થી એપ્લીકેશન નં મેળવી લેવો .જેથી ડાઉનલોડ કરવામાં સરળતા રહે તેમ જામનગર મહાનગરપાલિકાની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular