નગરના પક્ષીપ્રેમી અને ઘાયલ પક્ષીઓની સારવાર કરતા બર્ડસેવર ફિરોઝખાન પઠાણ અને તેમના ગ્રુપ દ્વારા સતત 10મા વર્ષે ચકલીના માળા અને પક્ષીઓને પાણી માટેના કુંડાનું ફ્રી વિતરણ કરવાનો કાર્યક્રમ રવિવાર સવારે 10-00 કલાકે તીનબતી ચોક રિક્ષા સ્ટેન્ડ ખાતે યોજવામાં આવશે 16 વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવેલ આ સેવા યજ્ઞમાં 18 હજારથી વધુ માટીના માળા અને કુંડાનું પક્ષીપ્રેમી જનતામાં વિતરણ કરવામાં આવેલ છે. આ વરસે પણ 1200 જેટલા માટીના કુંડા અને માળા જાણીતા ઉધોગપતિ સુજાતા બ્રાસ કંપોનન્ટસના સુજીતભાઇ અને વિજયભાઇ નકુમના સહયોગથી વિતરણ કરવામાં આવશે. આ કાર્યને સફળ બનાવવા ફિરોઝખાન સાથે પક્ષીપ્રેમી મિત્રો વિશ્વાસ ઠકકર, અંકુર ગોહીલ, આશિષ પાણખાણીયા, જુમા સફિયા,ઉમરભાઇ ફૂલવાળા જહેમત ઉઠાવી રહયા છે.


