જામનગરમાં મોડી રાત્રે બેફામ ડ્રાઇવિંગ કરતી ધૂમ ગેંગ સક્રીય થઇ હોવાનું ચિત્ર ઉપસ્યું છે. ગત મંગળવારે રાત્રે 1 વાગ્યા પછી કેટલાક શખ્સો ટુ-વ્હીલર પર બેફામ ડ્રાઇવિંગ કરતા તથા દેકારો બોલાવતા વિવિધ રસ્તાઓ પરથી પસાર થતા શહેરીજનો ભયમાં મૂકાયા હતાં.
પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ, હવાઇ ચોક વગેરે વિસ્તારોમાંથી સંખ્યાબંધ ટુ-વ્હીલર પર એક ટોળકી ચિચિયારો પાડતા અને બેફામ ડ્રાઇવિંગ કરતી નીકળી હતી. સ્પીડ બ્રેકર પણ ઠેકાડતા આ બેફામ વાહન ચાલકોએ પોતાની સાથે જ અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો. આ લોકોને જાણે પોલીસ કે કાયદા વ્યવસ્થાનો કોઈ ડર ન હોય એમ અડધી રાત્રે દેકારો બોલાવતા ઓવર સ્પીડમાં રસ્તાઓ પરથી પસાર થયા હતાં. જે અંગેનાં વિડીયો પણ સોશ્યલ મિડીયામાં વહેતા થયા છે.
View this post on Instagram
ત્યારે લોકોની સલામતિને જોખમમાં મૂકતા આ લોકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરે તથા શહેરમાં વિવિધ પોઇન્ટ પર લગાવેલા ભભદિં કેમેરાઓને તપાસી આ ધૂમ ગેંગનું પગેરૂ દબાવી કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.


