કાલાવડ તાલુકાના મોટા વડાળાથી શીશાંગ તરફ જવાના માર્ગ પર જતાં બાઇકસવાર યુવાનને પૂરપાટ આવી રહેલા અજાણ્યા વાહને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચવાથી યુવાનનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં રહેતાં ધર્મેન્દ્રસિંહ ઉર્ફે નાગુભા જાડેજા નામના ખેડૂત પ્રૌઢનો પુત્ર દિવ્યરાજસિંહ ઉર્ફે દિગપાલસિંહ જાડેજા (ઉ.વ.28) નામનો યુવન રવિવારે સવારના સમયે તેન જીજે-10-સીપી-0067 નંબરના બાઈક પર મોટાવડાળા ગામના પાટીયેથી શિશાંગમાં તેન ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન રસ્તામાં પાછળથી પૂરપાટ આવી રહેલા અજાણ્યા વાહનચાલકે યુવાનના બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માતમાં યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ વાહનચાલક પલાયન થઈ ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું સારવાર દરમિયાાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકન પિતા દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી.એ. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.