Monday, January 12, 2026
Homeરાજ્યહાલારભાટિયા-ભોગાત રોડ પર બોલેરોએ હડફેટે લેતા બાઈકસવારનું મોત

ભાટિયા-ભોગાત રોડ પર બોલેરોએ હડફેટે લેતા બાઈકસવારનું મોત

અકસ્માતમાં મૃતક રાજકોટના વેપારી હોવાનું ખુલ્યું : પોલીસ દ્વારા બોલેરોચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ

દ્વારકા જિલ્લાના ભાટિયા-ભોગાત રોડ પર સોમવારે સાંજના સમયે બોલેરો વાહન અને બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈકસવાર વેપારીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ બોલેરો ચાલક નાશી ગયો હતો.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, મુંબઇના વતની અને હાલ રાજકોટ ખાતે કાપડનો વ્યવસાય કરતા પ્રતિક રમેશભાઈ ધાનાણી નામનો યુવાન સોમવારે સાંજના સમયે દ્વારકા જિલ્લાના ભાટિયા-ભોગાત રોડ પર આવેલ સોનલમાં ના મંદિર પાસેથી તેના બાઈક પર જતો હતો તે દરમિયાન પુરઝડપે બેફીકરાઇથી આવી રહેલી બોલેરો વાહનના ચાલકે બાઈકને ઠોકર મારતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકસવારે રાજકોટના યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક બોલેરો લઇ નાશી ગયો હતો. દરમિયાન બનાવની જાણ કરાતા સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પરિવારજનોને જાણ કરી બોલેરો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular