જોડિયા તાલુકાના લખતર ગામ નજીક ધ્રોલ તરફ જતા માર્ગ પરથી પસાર થતા બાઈકસવારને પુલ ઝડપે આવી રહેલી કારે ઠોકર મારી હડફેટે લેતા યુવાનનું પ્રૌઢનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના લખતર ગામમાં રહેતાં નારણભાઇ હિરજીભાઈ દલસાણિયા નામના પ્રૌઢ રવિવારે બપોરના સમયે તેના જીજે-10-આર-6272 નંબરના બાઈક પર લખતર ગામથી ધ્રોલ તરફના ઓવરબ્રીજ થી આગળના રોડ પર જતા હતાં તે દરમિયાન પુરઝડપે આવી રહેલી જીજે-03-કેસી-1589 નંબરના કારના ચાલકે પ્રૌઢના બાઈકને ઠોકર મારી હડફેટે લેતા પ્રૌઢને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર જયેશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.