Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારદ્વારકા નજીક બોલેરોની અડફેટે બાઈક સવાર દંપતી ઇજાગ્રસ્ત

દ્વારકા નજીક બોલેરોની અડફેટે બાઈક સવાર દંપતી ઇજાગ્રસ્ત

- Advertisement -

દ્વારકા તાલુકાના ભીમરાણા ગામે રહેતા લકુભા કરસનજી સોઢા નામના યુવાન તેમના પત્ની મીનાબાને સાથે લઈ અને જીજે-37-એચ-3664 નંબરના મોટરસાયકલ પર ભીમરાણાથી હર્ષદ તરફ જઈ રહ્યા હતા ત્યારે દ્વારકાથી આશરે સાત કિલોમીટર દૂર બરડીયા ગામથી આગળ પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી. 5992 નંબરના બોલેરો વાહનના ચાલકે તેમને અડફેટે લેતા લકુભા તેમજ તેમના પત્ની મીનાબાને શરીરના જુદા જુદા ભાગોમાં ઇજાઓ થતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

- Advertisement -

આ બનાવ અંગે જેમલજી કરસનજી સોઢા (ઉ.વ. 45)ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે બોલેરો વાહનના ચાલક સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular