Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ તારીખથી શરુ થશે નવું શૈક્ષણિક સત્ર

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ તારીખથી શરુ થશે નવું શૈક્ષણિક સત્ર

3મેથી શરુ થશે ઉનાળુ વેકેશન

- Advertisement -

ગુજરાતમાં વધી રહેલ કોરોનાની મહામારીના પરિણામે હાલ તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકેશન 3મેથી શરુ થશે અને 6 જુન બાદ નવું શૈક્ષણિક સત્ર શરુ થશે. 3 મે થી 6 જુન સુધી ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન રહેશે. આ અંગે શિક્ષણ વિભાગ દ્રારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.

- Advertisement -

શિક્ષણ વિભાગ દ્રારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર અનુસાર રાજ્યની શાળાઓમાં 3મે થી 6જુન સુધી ઉનાળાના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. 6 જુનથી નવું શૈક્ષણિક સત્ર શરુ કરવામાં આવશે.

- Advertisement -

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને  શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ રાખવામાં આવ્યું છે તેવામાં ગુજરાત સરકાર દ્રારા ધો.1થી9 અને ધો.11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular