કોરોનાકાળ બાદ ભારતીય અર્થતંત્ર સતત ધમધમતુ હોય અને વેપાર ઉદ્યોગ નોર્મલ સ્તરે આવી ગયા હોય તેમ જીએસટી કલેકશનમાં સતત વધારો થઈ જ રહ્યો છે તેવી જ રીતે ઈન્કમટેકસના કલેકશનમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં 24.09 ટકાનો વધારો હોવાનો રિપોર્ટ જાહેર થયો છે. નાણાકીય વર્ષની સમાપ્તીને આડે ચાલુ છેલ્લો મહિનો જ બાકી છે.
ત્યારે સતાવાર રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે 1 એપ્રિલથી 10 ફેબ્રુઆરી સુધીમાં આવકવેરાની વસુલાત 15.67 લાખ કરોડે પહોંચી છે જે 24.09 ટકાનો વધારો સૂચવે છે. સરકારે આવકવેરા વસુલાતનો રીવાઈઝડ લક્ષ્યાંક જાહેર કર્યો હતો તેનાથી પણ કલેકશન વધી જવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારના સૂત્રોએ જણાવ્યું કે ટેકસ કલેકશનમાં વૃદ્ધિને કારણે નાણાકીય ખાધ કાબુમાં રાખવામાં મદદ મળશે.


