Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત સરકારનો મોટો નિર્ણય: તમામ ખાનગી-સરકારી કોલેજોમાં અપાશે માસ પ્રમોશન

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: તમામ ખાનગી-સરકારી કોલેજોમાં અપાશે માસ પ્રમોશન

- Advertisement -

ગુજરાત રાજ્ય સરકારે કોલેજના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ-કોલેજોમાં સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને કોવિડ-19ની વર્તમાન સ્થિતીમાં મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે. યુનિવર્સિટી- કોલેજોમાં અભ્યાસ કરતાં બીજા, ચોથા તેમજ છઠ્ઠા સેમીસ્ટરના વિદ્યાર્થીઓનો થશે સમાવેશ થશે.

- Advertisement -

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકે રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના વધી રહેલા સંક્રમણને જોતા રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં સ્નાતક કક્ષાના મેડીકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટર 2,4 અને જ્યાં 6 ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને  માસ પ્રોમોશનનો લાભ મળશે. જેમાં 50% ગુણ આંતરિક મુલ્યાંકન અને 50% ગુણ અગાઉના સેમેસ્ટરના  આધારે આપવામાં આવશે.

રાજ્યના અંદાજે ૯.૫૦ લાખ જેટલા યુવાઓના આરોગ્ય મામલે મુખ્યમંત્રી રૂપાણીનો કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકે રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં ઉચ્ચશિક્ષણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

- Advertisement -

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ કર્યુ કે, જો યુનિવર્સિટી-કોલેજો દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં નહિં આવી હોય તો ત્યાં 50 ટકા ગુણ આંતરિક મુલ્યાંકનના આધારે અને બાકીના 50 ટકા ગુણ તુરતના અગાઉના પ્રિવીયસ સેમિસ્ટરના આધારે ગણાશે. જે કિસ્સાઓમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઇ હશે તેવા કિસ્સામાં પરીક્ષામાં મેળવેલ ખરેખર ગુણ ધ્યાને લેવાશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular