Monday, December 23, 2024
Homeરાજ્યહાલારકલ્યાણપુર તાલુકાના પિંડારા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન

કલ્યાણપુર તાલુકાના પિંડારા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન

રૂા. 93 લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે બનશે પીએસચી

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આશરે રૂ. 93.06 લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવશે.

- Advertisement -

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નથુભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ આરોગ્ય સુવિધા માટે દૂર સુધી જવું નહિં પડે. અંદાજિત રૂ. 93 લાખથી વધુના ખર્ચે અદ્યતન સુવિધા સાથે બિલ્ડીંગ બનાવવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે ગ્રામજનોએ આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી હોય તેઓએ વહેલી તકે આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવા. અહીં બનનારા બિલ્ડીંગની જવાબદારી આપણા સૌ લોકોની છે. દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગના તમામ સ્ટાફે કાળજી રાખવી.

- Advertisement -

આ પ્રસંગે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જગાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, પહેલા લોકોએ સારવાર માટે દૂર સુધી જવું પડતું હતું. હવે અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું બિલ્ડીંગ બનવા જઇ રહ્યું છે. જેથી માત્ર આ ગામના જ લોકોને નહીં પણ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ સારવાર માટે દૂર નહીં જવું પડે.

આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોનું શ્રીમદ્ ભાગવત ગીતા અર્પણ કરી સ્વાગત કર્યું હતું. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ નકુમ, આગેવાન નગાભાઈ ગાધેર, તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular