કલ્યાણપુર તાલુકાના ભોગત ગામે રહેતા સાગર કરસનભાઈ માડમના 23 વર્ષના આહિર યુવાનને પ્રેમ લગ્ન બાબતનો ખાર રાખી, ભોગાત ગામના રમેશ રામદેભાઈ કંડોરીયા અને ટપુભાઈ રામદેભાઈ કંડોરીયા નામના બે શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, કુહાડી વડે હુમલો કરી, પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી.
આટલું જ નહીં, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં બંને શખ્સો સામે આઇપીસી કલમ 325, 324, 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


