Thursday, September 19, 2024
Homeરાજ્યભાટિયામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના ધોરણ 9થી 12ના ઘટાડાનો વિરોધ

ભાટિયામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના ધોરણ 9થી 12ના ઘટાડાનો વિરોધ

ચાલુ વરસાદે બાળાઓએ બેડા લઈ ભાટીયા ગ્રામ પંચાયત ગ્રામજનો તેમજ વેપારીઓનું માંગ્યું સમર્થન: ભાટીયા ગ્રામ પંચાયત દ્વારા વિદ્યાર્થીનીઓ પ્રતીક ધરણાને અપાયું સમર્થન

- Advertisement -

ભાટિયામાં ઊંૠઇટ(કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય)માં ધોરણ 6 થી 12 કાર્યરત હતા. કરાટે, જુડો, તલવાર બાજી, રમત ગમત, સાંસ્ક્રુતિક કાર્યક્રમોમાં જિલ્લા અને રાજ્યકક્ષાએ નામના મેળવેલ છે આવી સારી રીતે ચાલતી શાળાને જિલ્લા શિક્ષણ અધિકારીએ કોરોનાનું બહાનું આગળ કરી ધોરણ 9 થી 12 અચાનક રાતોરાત બંધ કરી દીધા છે. શાળામાં ધોરણ 9 થી 12 ઘટાડો કરવાનો નિર્ણય થતા વાલીઓ અને વિદ્યાર્થીનીઓએ રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, સર્વ શિક્ષા અભિયાન, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા કલેક્ટર, ચૂંટાયેલા પ્રતિનિધિઓને પત્ર લખી ધોરણ 9 થી 12 ચાલુ કરવા માંગ કરી હતી તારીખ 8/7/2021 ના રોજ દેવભૂમિ દ્વારકા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી પ્રશ્ર્ન હલ કરવા માંગણી સાથે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
જેના ભાગરૂપે તારીખ 13/07/2021 ના રોજ વિદ્યાર્થીનીઓ અને વાલીઓ પ્રતિક ઉપવાસ પર બેસી ગયા હતા ગઈકાલે સતત વરસાદ વચ્ચે પણ વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ ઉપવાસ ચાલુ રાખ્યા હતા. આજે બિજા દિવસે પણઉપવાસ આંદોલન ચાલુ રહ્યાં હતાં. દિકરીઓએ પાણીની હેલ માથા પર લઈ ભાટિયા ગ્રામ પંચાયત, વેપારીઓ, ગ્રામજનો સમક્ષ જઈ આંદોલનમાં સમર્થનમાં આપવા માંગણી કરી હતી દિકરીઓએ ગ્રામજન સમક્ષ કહ્યું કે જો અમે આગળ અભ્યાસ નહિ કરી શકીએ તો અમારે આજીવન પાણી ભરવાનું થશે, ઘરકામ કરવાનું થશે. ગ્રામજનોને લેખિત પત્રિકા આપી સમર્થન માટે આહવાન કર્યું હતું.

- Advertisement -

આવનારા દિવસોમાં જો સરકાર વિદ્યાર્થીનીઓના પ્રશ્ર્ને હકારાત્મક નહિ વિચારે તો તાલુકાના તમામ ગામોનું સમર્થન મેળવવા, રાજકીય આગેવાનોનું સમર્થન મેળવવામાં ગ્રામજનોએ પણ સમર્થન આપ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular