Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરમોટીખાવડીના પૂર્વ ઉપસરપંચ અને ગ્રામ્ય પ્રજાના દિલમાં વસેલા ભરતસિંહ જાડેજાના પત્નિ સૂરજબા...

મોટીખાવડીના પૂર્વ ઉપસરપંચ અને ગ્રામ્ય પ્રજાના દિલમાં વસેલા ભરતસિંહ જાડેજાના પત્નિ સૂરજબા ચૂંટણી જંગમાં

- Advertisement -

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારો પૂરજોશથી ચૂંટણી પ્રક્રિયા અને પ્રચાર-પ્રસારમાં લાગી ચૂકયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચૂંટણીનો ધમધમાટ જામ્યો છે. ત્યારે આ વખતે જામનગર જિલ્લાના 21 તાલુકા પંચાયત મોટીખાવડી બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા લોકપ્રિય મહિલા ઉમેદવાર સૂરજબા ભરતસિંહ જાડેજાને ટિકિટ મળતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે. સૂરજબા ભરતસિંહ જાડેજાએ મોટીખાવડીના ઉપસરપંચ રહી ચૂકેલા ભરતસિંહ રાઘાજી જાડેજાના ધર્મપત્નિ છે.

- Advertisement -

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાના દિલમાં વસેલા ભરતસિંહ જાડેજા પાંચ વર્ષ સુધી મોટીખાવડીના ઉપસરપંચ રહી ચૂકયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સમસ્યા સમજી તેમની સમસ્યા નિવારવા ખડેપગે રહી લોકોના પ્રાણ પ્રશ્ર્નો દૂર કરનાર ભરતસિંહ આ વિસ્તારના લોકોના દિલમાં વસેલા છે. ત્યારે આ વખતે કોંગ્રેસ દ્વારા તેમના ધર્મપત્નિ સૂરજબા જાડેજાને ટિકિટ આપતા આ વિસ્તારના લોકોમાં ખુશીની લહેર છવાઇ છે. ઉલ્લેખનિય છે કે, ભરતસિંહ જાડેજા પાંચ વર્ષ ઉપસરપંચ રહ્યાં તે દરમિયાન લોકોના પ્રશ્ર્નોના નિરાકરણ કર્યા હતાં. જેમાં લોકોને જરૂરિયાત એવી પાણીની સમસ્યા તેમણે દૂર કરવામાં સિંહફાળો આપ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન તેઓ દ્વારા રૂા. 1 કરોડની વાસ્મો યોજના ગામમાં અમલી કરાવી હતી. પાણી માટેની આ વાસ્મો યોજનામાં 10 ટકા લોકભાગીદારી હોય છે અને 90 ટકા સરકાર આપે છે. જે માટે ભરતસિંહએ ગામમાં ઘરે-ઘરે જઇ લોકોને આ યોજના વિશે સમજાવ્યા હતાં અને લોકોને આ યોજના ફાયદાથી માહિતગાર કરી 10 ટકા લોકભાગીદારી ઉઘરાવવા સહિતની કાર્યવાહી કરી આ યોજના અમલ કરાવી લોકોની પાણીની માટેની હાલાંકી દૂર કરી હતી. તેમની આ કાર્ય પધ્ધતિથી લોકો ખૂબ ખુશ થયા હતાં. આવી પ્રજાલક્ષી સેવાઓમાં તેમના પત્નિ સૂરજબા હરહંમેશ તેમની સાથે રહી પ્રજાના સેવાકાર્યો કરતાં રહ્યાં છે.

આ ઉપરાંત તેમણે ગામોમાં સીસી રોડ, ભૂગર્ભ ગટર સહિતના અંદાજે રૂા. 50 લાખથી વધુ ખર્ચના કામો સરકાર પાસે મંજૂર કરાવી સફળતાપૂર્વક પૂર્ણ કરાવ્યા હતાં અને લોકોની સેવા કરી લોકોના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવ્યા હતાં. આ દંપતિ દ્વારા વિવિધ સરકારી યોજનાની સેવા ઉપરાંત સામાજિક સેવાપ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહ્યું છે. કોરોનાકાળ દરમિયાન ભરતસિંહ તથા સૂરજબા દ્વારા જરુરીયાતમંદ પરિવારોને કિટ વિતરણ કરી કોરોનાના કપરાકાળમાં લોકોને મદદરૂપ થયા હતાં. તેમજ નવરાત્રિમાં બાળાઓને લાણી વિતરણ, જરુરીયાતમંદ બિમાર દર્દીઓને દવા વિતરણ તેમજ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ સહિતની સેવાઓ પૂરી પાડવા ઉપરાંત રક્તદાન કેમ્પનું પણ આયોજન કરતાં આવ્યા છે. તેમના દ્વારા આયોજિત રકતદાન કેમ્પમાં 251 બોટલ રક્તદાન કરી એક અનોખું ઉદાહરણ તેમના મિત્ર વર્તુળોએ પુરું પાડયું હતું. મોટીખાવડીમાં 108 તરીકેની નામના ધરાવતાં ભરતસિંહને ગામોમાં કોઇપણ લોકોને અડધી રાત્રે પણ જો કાંઇ મુશ્કેલી પડે તો તેઓ ખડેપગે રહે છે. તેમજ કોઇ બિમાર દર્દીને વધુ સારવાર માટે જામનગર હોસ્પિટલ આવુ પડે તો તાત્કાલિક ધોરણે ગાડીની પણ સેવા આપે છે.

- Advertisement -

ભરતસિંહ દ્વારા મોટીખાવડી-નાનીખાવડી, ગાગવા ગામ સહિતના ગામોના યુવાનો માટે પણ ચિંતિત રહ્યાં છે. ખાસ કરીને યુવાવર્ગોનો મુખ્ય પ્રશ્ર્ન રોજગારીનો હોય, તેમના દ્વારા 400 જેટલા યુવાનોને સક્ષમ બનાવી નોકરી પૂરી પાડવા તથા તેમના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યાં છે. આવા અનેક સેવાકાર્યો સાથે અને લોકોની વચ્ચે રહી લોકોના દિલમાં જગ્યા બનાવેલ ભરતસિંહ હાલ જામનગર જિલ્લા કોંગ્રેસના મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે. તેમજ 10 વર્ષ સુધી ગ્રામ પંચાયતના સદસ્ય પણ રહી ચૂકયા છે. આ દંપતિની લોકસેવા અને પ્રજામાં તેમની લાગણી જોઇ કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતની મોટીખાવડી બેઠક પરથી ભરતસિંહ જાડેજાના ધર્મપત્નિ સૂરજબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. જેને લઇ તેમના મિત્રવર્તુળ તથા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.

‘ખબર ગુજરાત’ની શુભેચ્છા મુલાકાતે આવેલા મોટીખાવડીના કોંગ્રેસના ઉમેદવાર અને મોટીખાવડીના લોકપ્રિય એવા ભરતસિંહ જાડેજાના પત્નિ સૂરજબા જાડેજાએ તેમની આગામી યોજના અંગે તેમણે જણાવ્યું હતું કે, તેઓ વિજેતા થયા બાદ સૌપ્રથમ 21 મોટી ખાવડીના મત વિસ્તારમાં આવતા ગામોમાં કોરોના વેક્સિનેશન કરાવવાને પ્રાધાન્ય આપી તે તેની સૌપ્રથમ પ્રાથમિકતા રહેશે. આ ઉપરાંત ગામમાં પ્રાથમિક શાળા તથા હાઇસ્કૂલ તો છે જ પરંતુ કોલેજનો અભાવ હોય, તેઓ દ્વારા મોટીખાવડી ગામની કોલેજ અપાવવા પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેથી યુવાનો અને યુવતિઓને તેમના ગામમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થઇ શકે. આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ દ્વારા મોટીખાવડી ગામમાં એક કાર્યાલય ખોલવામાં આવશે જેથી લોકો ત્યાં તેમના પ્રશ્ર્નો રજુ કરી શકે તેમજ કોઇપણ વ્યક્તિને જો કોઇ સરકારી કામકાજ પડે તો તેમના દ્વારા કાર્યાલયએથી સહકાર આપવામાં આવશે અને લોકોના સરકારી કામ માટે ડોક્યુમેન્ટની પ્રક્રિયા સરળ થાય તેવી કાર્યવાહી કરવામાં આવશે. જેથી લોકોને સરકારી કામકાજમાં કોઇ મુશ્કેલી ના પડે.

- Advertisement -

આમ ગ્રામ્ય વિસ્તારની જબરી લોકચાહના અને દંપતિની લોકસેવાને જોતાં મોટીખાવડી બેઠક પર કોઇ શંકા નથી કે, આ ઉમેદવાર બાકીના તમામ રાજકીય પક્ષો માટે એક મોટી ચેલેન્જ બનશે. ખાસ કરીને ગ્રામ્ય પ્રજા તેમની ઉમેદવારીથી ખૂબ ખુશ હોય, લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગ્રામ્ય વિસ્તારની પ્રજાના પ્રશ્ર્નોને સમજી હરહંમેશ લોકપ્રશ્ર્નના નિરાકરણ અને લોકસેવા માટે તત્પર એવું આ દંપતિ મોટીખાવડી વિસ્તારના લોકોના દિલમાં વસેલું છે અને હરહંમેશ ગ્રામજનોના પ્રશ્ર્નો તથા તેમના કામો માટે ખડેપગે રહેતું આવ્યું છે. જે તેમની લોકપ્રિયતામાં યશકલગી સમાન છે. તે ધ્યાને લઇ કોંગ્રેસ દ્વારા તેમને ઉમેદવાર બનાવ્યા છે. જેથી તેમની લોકસેવા કરવા વધુ એક તક મળતાં ખુશીનો માહોલ છવાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular