જામનગર શહેરમાં બી.આર.ગ્રુપ દ્વારા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય “ભીમ ડાયરા”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે “એક શામ બાબાસાહેબ કે નામ” કાર્યક્રમ અંતર્ગત હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારાનો વ્યાપ વધારવાનો હતો. ભવ્ય ડાયરામાં જામનગર શહેર તેમજ જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિ અને ઉત્સાહથી છલકાયું હતું.
કાર્યક્રમ દરમિયાન સાહિત્યકાર વિશન કાથડ દ્વારા સાહિત્ય અને ભજનની સુંદર રજૂઆત કરવામાં આવી, જેને શ્રોતાઓએ ખૂબ જ પ્રશંસા કરી અને આનંદ માણ્યો.