Tuesday, December 24, 2024
Homeરાજ્યભાણવડનો વૃદ્ધ પરવાના વગરની જામગરી બંદૂક સાથે ઝડપાયો

ભાણવડનો વૃદ્ધ પરવાના વગરની જામગરી બંદૂક સાથે ઝડપાયો

એસ.ઓ.જી. સ્ટાફને વઘુ એક સફળતા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત રહે તે માટે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ એસ.ઓ.જી. પોલીસ દ્વારા પણ જિલ્લામાં સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. જે.એમ. ચાવડા તથા પી.એસ.આઈ. એ.ડી. પરમારની રાહબરી હેઠળ સ્ટાફ દ્વારા ગઈકાલે હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન ભાણવડ વિસ્તારમાં પહોંચતા ધારાગર વિસ્તારમાં રહેતા અબુ ઓસમાણ ઇસ્માઈલ મુન્દ્રા નામના 64 વર્ષીય મુસ્લિમ સંધી વૃદ્ધ પોતાની વાડીએ સાંજના સમયે પરત આવતા પોલીસે તેને રૂપિયા 2,500 ની કિંમતની પાસ-પરવાના વગરની જામગરી બંદૂક સાથે ઝડપી લીધો હતો.

પકડાયેલા આ શખ્સ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ અર્થે તેનો કબજો ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના પી.આઈ. ચાવડા, પી.એસ.આઈ. પરમાર, હેડ કોન્સ્ટેબલ ઈરફાનભાઈ ખીરા, કિશોરસિંહ જાડેજા તથા નિલેશભાઈ કારેણા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular