Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારભાણવડની સગીરાનું અપરણ કરી, દુષ્કર્મ ગુજારવા સબબ ફરિયાદ

ભાણવડની સગીરાનું અપરણ કરી, દુષ્કર્મ ગુજારવા સબબ ફરિયાદ

- Advertisement -

ભાણવડ પંથકમાં રહેતી આશરે 15 વર્ષની એક સગીરાનું અપરહણ કરી અને દુષ્કર્મ આચરવા સબબ ભાણવડમાં જ રહેતા એક શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે સગીરાના માતાએ ભાણવડ પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ પોતાની 14 વર્ષ 9 માસની વયની સગીર પુત્રીને ભાણવડના ચમાર વાસ વિસ્તારમાં રહેતા કિરીટ હીરાભાઈ સોલંકી નામના શખ્સ દ્વારા બદકામ કરવાના ઇરાદે ગત તા. 25 ડિસેમ્બરના રોજ સવારના સમયે અપહરણ કરીને લઈ ગયા બાદ આંબરડી ગામની સીમ વિસ્તારમાં સગીરાને મારી નાખવાની ધમકી આપીને તેણીની ઈચ્છા વિરુદ્ધ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
આમ, આશરે પોણા 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવા સબબ સગીરાના માતાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે કિરીટ હીરાભાઈ સોલંકી સામે આઈ.પી.સી. કલમ 363, 366, 354 (ઘ), 376, 506 (2) તથા પોક્સો એક્ટ વિગેરે મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એચ.એસ. ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular