Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરહેન્ડીકેપ કોન્ટ્રાકટર સાથે રીડેવલોપમેન્ટના નામે વિશ્વાસઘાત અને છેતરપિંડી

હેન્ડીકેપ કોન્ટ્રાકટર સાથે રીડેવલોપમેન્ટના નામે વિશ્વાસઘાત અને છેતરપિંડી

રણજીતનગર જૂની પોસ્ટ ઓફિસ વાળી જગ્યામાં રીડેવલોપમેન્ટ : બજાર કિંમત કરતા સસ્તા ભાવે ફલેટ આપવાનું કહી 22 લાખ પડાવ્યા: હેન્ડીકેપને ફોન પર ધમકાવ્યો : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરમાં રહેતાં કોન્ટ્રાટકર સાથે રણજીતનગર જૂની પોસ્ટ ઓફિસવાળી જગ્યામાં રીડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત એપાર્ટમેન્ટ બનાવવામાં બજાર ભાવ કરતા ઓછી કિંમતે ફલેટ આપવાનો ભરોસો આપી ત્રણ શખ્સોએ સમયાંતરે 22 લાખ પડાવી લીધા હતાં અને પૈસા પરત માંગતા હેન્ડીકેપ કોન્ટ્રકટરને ધમકાવ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં આશાપુરા સોસાયટી વિસ્તારમાં આવેલા આધેશ્ર્વર એપાર્ટમેન્ટમાં રહેતાં હેન્ડીકેપ કોન્ટ્રાકટર ઈન્દ્રજીતસિંહ દિલુભા જાડેજાને જામનગરના રણજીતનગર જૂની પોસ્ટ ઓફિસવાળી જગ્યામાં રીડેવલોપમેન્ટ સ્કીમમાં એપાર્ટમેન્ટ બનાવવાનું કામ ચાલુ કર્યુ હોય જેમાં ઈન્દ્રજિતસિંહને બજાર ભાવ કરતા ઓછી કિંમતે ફલેટ આપવાનો વિજયસિંહના કહેવાથી તેના સાળા ભગીરથસિંહ ગોહિલ અને લાલભા ગોહિલે વિશ્વાસમાં લીધા હતાં અને ઈન્દ્રજીતસિંહ પાસેથી જુદા જુદા સમયે કટકે કટકે 22,00,000 ની રકમ મેળવી લીધી હતી. ત્યારબાદ નકકી થયા મુજબ ફલેટનું કામ કરી ન આપતા કોન્ટ્રાકટરે ફલેટ લેવાનું કેન્સર કરી નાખ્યું હતું. અને ફલેટ ખરીદવા આપેલા 22 લાખ રૂપિયા પરત માંગણી કરી હતી. પરંતુ ત્રણ શખ્સોએ આ પૈસા પરત આપ્યા ન હતાં.

તેમજ હેન્ડીકેપ કોન્ટ્રાકટરે રૂપિયાની માંગણી કરતા વિજયસિંહે ફોન કરીને હેન્ડીકેપને બિભત્સ વાણી વિલાસ કરી ‘પૈસા પરત આપવા નથી તારાથી જે થાય તે કરી લેજે’ તેમ કહી ધમકાવ્યો હતો. ત્યારબાદ હેન્ડીકેપ કોન્ટ્રાકટરે તેની સાથે થયેલી રૂા.22 લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઈ એમ.વી.દવે તથા સ્ટાફે ઈન્દ્રજીતસિંહના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular