તા. 18 અને તા. 19ના રોજ પાવન પુષ્ય નક્ષત્રના સંયોગથી પુષ્યામૃત યોગ આવી રહયો છે. જે દિવસે પુષ્ય નક્ષત્ર હોય તે દિવસે સેંકડો અશુભ યોગો નષ્ટ થઈ જાય છે. આ વર્ષે દિવાળીના સપરમાં દિવસોમાં પુષ્ય નક્ષત્રનો સિદ્ધિયોગ થઈ રહ્યો છે. આ દિવસે સોના-ચાંદી, આભૂષણોની ખરીદી કરવાથી તે ચિરકાલ સુધી વ્યક્તિને ફળ આપે છે. તેમાં પણ શહેરના નામાંકિત જવેલર્સ કલાત્મક ડિઝઈન અને આકર્ષક ડીસ્કાઉન્ટ ઓફર લાવ્યા છે.
વાસ્તવમાં, પુરાણો મુજબ સોનામાં લક્ષ્મીનો વાસ મનાય છે અને એવી માન્યતા છે કે આ દિવસે સોનુ ખરીદવાના શુભ ફળનો કયારેય ક્ષય થતો નથી. અર્થાત, માતા લક્ષ્મી સુવર્ણ સ્વરૂપે જે ઘરમાં હોય ત્યાં જ સ્થિર લઈને બિરાજે છે. જયોતિષાચાર્યના મતે, જે ઘરમાં લક્ષ્મી સ્થિર થઈને બિરાજે ત્યાં ધન ધાન્યની ખોટ કયારેય પડતી નથી. ઘરમાં હંમેશા બરક્ત અને સુખ-શાંતિ રહે છે. તેથી આ દિવસે સોનું ખરીદવાની સદીઓથી પરંપરા રહી છે.
આ યોગમાં પ્રારંભ કરવામાં આવેલું કાર્ય અથવા કાર્યો અનંત બની જાય છે. સાથે આ યોગમાં કરેલી ખરીદી અખંડ, અનંત અને અમૂલ્ય બની જાય છે. વિશેષ આ યોગમાં કરવામાં આવેલ ખરીદી ઉત્તરોતર ખરીદી માટે સુયોગ બને છે. આ શુકનવંતી ખરીદીને વધુ આકર્ષક બનાવવા જામનગરના પ્રતિષ્ઠિત જવેલર્સ અદભૂત ઓફર લાવ્યા છે. રિયલ ડાયમંડ જ્વેલરી મેકિંગ પર રૂા.501 પ્રતિગ્રામ અને હોલમાર્ક ગોલ્ડના કલાત્મક આભૂષણોના મેકિંગ પર રૂા.101 પ્રતિગ્રામ ડિસ્કાઉન્ટની આકર્ષક ઓફર છે. હાલ, સોનાની ખરીદીનો સુવર્ણયુગ શરૂ થયો છે. પ્રતિવર્ષ સોનાના ભાવમાં વીસથી ત્રીસ ટકાનો વધારો થઈ રહયો છે. લગભગ ત્રણ વર્ષમાં ભાવ ડબલ થઈ રહ્યા છે. આથી ઈન્વેસ્ટમેન્ટ માટે પણ અતિ સરળ અને સુરક્ષિત છે. આથી જ, અન્ય રોકાણો કરતાં સલામત રોકાણ કરવા માટે પણ આ ખૂબ જ સરળ અને ઝડપી છે. આ ધ્યાને લેતા, પુષ્યામૃત યોગમાં સુવર્ણ ખરીદીનો અવસર ભાગ્યે જ કોઈ ચૂકશે.
આ સ્વયંસિદ્ધ પવિત્ર અને શુભ દિવસે લોકો જામનગરના વિશ્ર્વસનિય અને સુપ્રતિષ્ઠિત એવા નવનીત જવેલર્સ, મનાલી જવેલર્સ, કે.ડી. જવેલર્સ, શ્રી બાલકૃષ્ણ જવેલર્સ, મુરલીધર જવેલર્સ, ન્યૂ વિશાલ જવેલર્સ, વૃંદાવન જવેલર્સ (ખીલાસવાળા), એન.એન, જવેલર્સ (ખીલાસવાળા) માંથી ખરીદી કરી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરશે. આ દિવસે જવેલર્સે પણ તેમના ગ્રાહકોને શુકનવંતી ખરીદી માટે વિશેષ વ્યવસ્થા રાખી છે.
છેલ્લાં કેટલાક વર્ષોમાં લોકો સોનું તથા ઘરેણાંમાં તો સો ટકા પૈસા પરત મળે અને ભાવમાં વધારો થયો હોય તો એ પણ મળે ! વર્ષો પછી પણ ભાવવધારા સાથે મૂળ કિંમત પરત મળે તો તેનાથી વધારે ફાયદાનો સોદો શું હોય શકે? આ ગણતરીએ જ લોકો આ ભાવે “સ્ત્રીધન કે કુટુમ્બનું સાચું મૂડીરોકાણ” કરવાની તક ગુમાવતા નથી. ગુજરાત અને ખાસ કરીને જામનગરના સોનીઓની વિશ્ર્વસનિયયતા આખા દેશમાં ફેલાયેલી છે. તાજેતરમાં કેટલાક અખબારોમાં પ્રસિદ્ધ થયેલ સમાચારમાં જો કોઈ વાત ઉડીને આંખે વળગે તેવી હોય તો તે છે, ગુજરાતના જવેલર્સ પ્રમાણિતતા, હોલમાર્ક પ્રતિબદ્ધતા અને વિશ્ર્વસનિયતા ઉત્તર ભારત અને મહારાષ્ટ્રમાંથી લોકો ખરીદી કરવા માટે જામનગર આવે છે તેનાથી વધુ વિશ્ર્વસનિયતાની ખાતરી શું હોઈ શકે?