કાલાવડ તાલુકાના બેરાજા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા પિતા-પુત્ર બેઠા પુલ પાસેથી પસાર થતા હતાં તે દરમિયાન નદીના પાણીનું વહેણ વધી જવાથી તણાઈ જતાં પુત્રનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના બેરાજા ગામમાં રહેતાં મજૂરી કામ કરતા બાબુભાઇ અને તેનો પુત્ર નવઘણ બંને ગત તા.30 ના રોજ સાંજન સમયે જીજે-10-ડીજી-0874 નંબરના બાઈક પર જામનગર તાલુકાના મોખાણા ગામ પાસેના બેઠા પુલ પરથી પસાર થતા હતાં તે દરમિયાન એકાએક પાણીનું વહેણ વધી જતા બાઈક સાથે પિતા-પુત્ર નદીના પાણીમાં પડી ગયા હતાં અને તણાવા લાગ્યા હતાં. જેમાં નવઘણ બાબુભાઈ ઉર્ફે આણંદભાઈ સોલંકી (ઉ.વ.19) નામના યુવકનું પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું અને આ અંગે ભૂપતભાઈ સોલંકી દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જોડજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.