સવારે ઉઠીને લેવાતા ધાણા પદાર્થો શરીરને અનેકગણો ફાયદો આપે છે ત્યારે સવારે ઉઠીને ફણગાવેલા કઠોળ ખાવાના ફાયદા જાણીએ.
1. ફાસ્ટીંગ પછી ઉર્જા પ્રદાન કરે છે
રાતભરના ફાસ્ટીંગ બાદ ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને તાત્કાલિક ઉર્જા મળે છે તેમાં કાર્બોહાઈડે્રટસ, પ્રોટીન અને વિટામિન્સ શરીરને ઉર્જાવાન બનાવે છે.
2. શ્રેષ્ઠ પાચન માટે
સવારે ખાવાથી પાચનતંત્ર સક્રિય થાય છે. ફણગાવેલા કઠોળમાં રહેલા ફાઈબર કબજિયાત દૂર કરે છે અને આંતરડીને સ્વચ્છ રાખે છે.
3. વજન ઘટાડવા માટે મદદરૂપ
ફણગાવેલા કઠોળમાં ઓછી કેલરી અને વધુ પ્રોટીન હોવાથી તે તૃપ્તિ આપે છે અને અજાણ્યે વધુ ખાવાથી રોકે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
4. રોગપ્રતિકારક શકિતમાં વધારો
સવારે ખાવાથી રોગપ્રતિકારક તંત્ર સક્રિય થાય છે એન્ટી ઓકસીડેન્ટ અને વિટામિન સી શરીરને જીવાણુરોધક ક્ષમતા પ્રદાન કરે છે.
5. મેટાબોલિઝમ સુધારે છે
ફણગાવેલા કઠોળ મેટાબોલિઝમને તેજ કરે છે જેના કારણે ખોરાકનું પાચન અને શકિતમાં રૂપાંતર ઝડપી બને છે.
6. તાજગી આપે
તેના પોષક તત્વો અને હળવાશ શરીરને હલકુ અને તાજુ અનુભવાવે છે.
7. ડાયાબિટીસ માટે લાભદાયી
ફણગાવેલા કઠોળના નીચા ગ્લાઈસેમિક ઇન્ડેકસને કારણે તે સવારે ખાવાથી બ્લડ સુગરનું સંતુલન જળવાઈ છે.
8. ચમકદાર ત્વચા અને વાળ માટે
સવારે ફગાવેલા કઠોળ ખાવાથી વિટામિન ઈ અને પ્રોટીન મળતા હોવાથી ત્વચા અને વાળ સ્વસ્થ અને ચમકદાર બને છે.
9. હૃદય આરોગ્ય માટે શ્રેષ્ઠ
સવારે ફણગાવેલા કઠોળ ખાવાથી લોહીનું સંચાર સુધરે છે. અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. જે હૃદય માટે લાભદાયી છે.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)