સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. તેની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી થઈ. સંસદના બંને ગૃહોને સંબોધિત કરતા તેમણે કોરોના મહામારીથી લઈને આ દરમિયાન ચલાવવામાં આવી રહેલી યોજનાઓની માહિતી આપી. તેમના ભાષણમાં ખેડૂતો, મહિલાઓથી લઈને ત્રણ તલાક સુધીના મુદ્દાઓ સામેલ રહ્યાં.
હું દેશના તે લાખો સ્વતંત્ર સેનાનીઓને નમન કરૂં છું, જેમણે પોતાના કર્તવ્યોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી અને ભારતને તેના અધિકાર અપાવ્યા. આઝાદીના આ 75 વર્ષમાં દેશની વિકાસ યાત્રામાં પોતાનું યોગદાન આપનાર તમામ મહાનુભવોનું હું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરું છું. સરકાર અને નાગરિકોની વચ્ચે આ પરસ્પર વિશ્ર્વાસ, સમન્વય અને સહયોગ, લોકશાહીની તાકાતનું અભૂતપૂર્વ ઉદાહરણ છે. તેના માટે હું પ્રત્યેક હેલ્થ અને ફ્રન્ટ લાઈન વર્કર, દરેક દેશવાસીઓને અભિનંદન આપુ છું. બજેટ સત્રની શરૂઆત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા હતા અને તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે બજેટ પર ખુલ્લા મનથી ચર્ચા થાય. આ દેશને એક નવી ઊંચાઈએ લઈ જવાની તક છે. મોદીએ કહ્યું આજે બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. તમામ સાથીઓનું સ્વાગત છે. આજની વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત માટે ખૂબ જ તકો ઉપલબ્ધ છે. આજે ભારતની આર્થિક પ્રગતિ, ભારતનો વેક્સિનેશન પ્રોગ્રામ, આપણી બનાવેલી વેક્સિન, સમગ્ર વિશ્ર્વમાં એક વિશ્ર્વાસ પેદા કરે છે. શરૂઆતના બે દિવસ સિવાય સંસદનાં બંને ગૃહોની કાર્યવાહી બે શિફ્ટમાં ચાલશે. રાષ્ટ્રપતિ સોમવારે બંને ગૃહોને સંબોધિત કરશે. તે પછીના દિવસથી લોકસભાની કાર્યવાહી સાંજે ચાર વાગ્યાથી નવ વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહીની શરૂઆત સવારે નવ વાગ્યાથી થશે.
સોમવારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે અઢી વાગ્યાથી શરૂ થશે. સોમવારે જ બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. સત્રમાં બધાની નજર મંગળવારે રજૂ થનારા સામાન્ય બજેટ પર રહેશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરશે. આ સતત બીજુ બજેટ છે, જે કોરોનાની વચ્ચે રજૂ થશે. નાણાં મંત્રીની સામે કોરોનાના કારણે પડકારોનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને સંભાળવાની સાથે મધ્ય અને ગરીબ વર્ગને રાહત આપવાનો પડકાર છે. આ પાછળનું કારણ એ છે કે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે.
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કારણે વિપક્ષ ઘણા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની કોશિશ કરશે. કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષોએ પેગાસસ મામલામાં થયેલા નવા ખુલાસાઓ પર સરકારને ઘેરવાની યોજના બનાવી છે. તેમાં ખેડૂત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોને પરત ન લેવા, ખજઙ પર કાયદાકીય ગેરન્ટી સહિત અન્ય મુદ્દાઓ પર વિચાર માટે કમિટીની રચના અત્યાર સુધી ન થવી, છછઇ-ગઝઙઈ પરિક્ષાના પરિણામ પર વિદ્યાર્થીઓનું આંદોલન અને મોંઘવારીના મુદ્દાઓ પર વિપક્ષે સરકારને ઘેરવાની યોજના બનાવી છે. કોંગ્રેસ લદ્દાખમાં ચીનની ઘુસણખોરી સાથે જોડાયેલા મુદ્દાઓ બાબતે પણ સરકાર પર પ્રહારો કરી શકે છે.