છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં શ્રી સત્કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા શ્રીકૃષ્ણ મિત્ર મંડળ દ્વારા આયોજિત પૂજય જીગ્નેશ દાદા (રાધે રાધે)ના મુખેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ગઈકાલે રાત્રે પ્રારંભ થયો હતો.આ પૂર્વે સાંજે બાલા હનુમાન મંદિરેથી પોથીયાત્રા યોજાઈ હતી. જે ‘તુલસીનગરી’ તુલસી એવન્યુ પાર્ટી પ્લોટ એરપોર્ટ રોડ સુધી પહોંચી હતી. ત્યારબાદ કથાનો પ્રારંભ થયો હતો.
શ્રી સત્કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શ્રીકૃષ્ણ મિત્ર મંડળ આયોજિત પૂજય જિગ્નેશ દાદા (રાધે-રાધે)ની શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પોથીયાત્રા ગઈકાલે સાંજે જામનગર શહેરના સુપ્રસિધ્ધ શ્રી બાલા હનુમાન મંદિર ખાતેથી યોજાઈ હતી. આ તકે પૂજય જીગ્નેશ દાદા (રાધે-રાધે) બાલા હનુમાન સંકિર્તન મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે બાલા હનુમાન મંદિર ખાતે દર્શન કરી પોથીયાત્રાનો પ્રારંભ કર્યો હતો. બાલા હનુમાન મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટી વિનુભાઈ તન્ના અને પ્રમુખ જીતુભાઇ લાલ સહિતના મહાનુભાવો દ્વારા પૂ.જીગ્નેશ દાદાનું સન્માન કર્યુ હતું. ત્યારબાદ બાલા હનુમાન મંદિરે આરતી બાદ પોથીયાત્રા પ્રારંભ થઈ હતી. જે શ્રીમદ્ ભાગવત સપ્તાહ સ્થળ ‘તુલસીનગરી’ તુલસી એવન્યુ પાર્ટી પ્લોટ એરપોર્ટ રોડ સુધી પહોંચી હતી. ત્યારબાદ સપ્તાહનો પ્રારંભ થયો હતો. આ તકે હાલારના સાંસદ પૂનમબેન માડમ પણ સપ્તાહના પ્રથમ દિવસે ઉપસ્થિત રહ્યાં હતાં અને પોથીનું પુજન કર્યુ હતું. તેમજ પૂજય જીગ્નેશ દાદાના આર્શિવાદ પણ મેળવ્યા હતાં. ભાગવત સપ્તાહના આયોજકો શ્રીકૃષ્ણ મિત્ર મંડળ તથા શ્રી સત્કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પોથીનું પુજન તેમજ આરતી કરવામાં આવી હતી. ભાગવત સપ્તાહનું આયોજન શ્રીકૃષ્ણ મિત્ર મંડળના રમણિકલાલ વિઠ્ઠલદાસ રાજાણી, પ્રવિણભાઈ દત્તાણી, કનુભાઇ કોટક, હસમુખભાઈ કરશનભાઈ દત્તાણી, કલ્પેશભાઈ બાલકૃષ્ણભાઈ હડિયેલ, કાલીદાસ વિઠ્ઠલદાસ એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ, ઉમંગભાઈ દિનેશભાઈ રાજાણી, ખોડીદાસભાઈ ધામેચા (લંડન), ત્રિભુવનદાસ ત્રિકમજી જોબનપુત્રા, અમૃતલાલ લક્ષ્મીદાસ કટારીયા, વસંતરાય નારણદાસ ચગ, ગોરધનદાસ ખેરાજ અમલાણી અને મહેન્દ્રભાઈ (મનુભાઈ) પંચમતિયા પરિવાર દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શ્રીમદ્ ભાગવત સપ્તાહને સફળ બનાવવા કથા એક્ઝયુટિવ કમિટીના અશોકભાઇ જોબનપુત્રા, ચેતનભાઇ માધવાણી, આશિષભાઇ ચગ, અક્ષિતભાઇ પોબારુ, કિરીટભાઇ સોલંકી, ડો. હિમાંશુભાઇ પેશાવરીયા, બાદલભાઇ રાજાણી, ભૂપેશભાઇ સોનૈયા, હિતેશભાઇ કારીયા, હિતેશભાઇ સખિયા, નિરજભાઇ દત્તાણી, ભાવેશભાઇ જાની, વિશાલભાઇ પંચમતિયા, રાજુભાઇ મારફતીયા, હેમલભાઇ વસંત, રણજીતભાઇ મારફતિયા, દિનેશભાઇ મારફતીયા, મિતેશભાઇ લાલ, મિહીરભાઇ કાનાણી, કલ્પેશભાઇ હડિયલ, મેહુલભાઇ જોબનપુત્રા, વિપુલભાઇ કોટક, નિલેશભાઇ ઉદાણી, આનંદભાઇ રાયચુરા, મનોજભાઇ અમલાણી તથા નિશાંતભાઇ રાજાણી સહિતના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.