જામનગર શહેરના નદીના કાંઠે આવેલી મદૂકર સોસાયટીમાં રહેતાં શખ્સે ચા પીવા માટે ઘરે બોલાવેલા પ્રૌઢ ઉપર ઘરમાં જ લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં કબીરનગર વિસ્તારમાં રહેતા સલીમ ખાન પઠાણ નામના પ્રૌઢને તેના મિત્ર ફિરદોશખાન સલમાનખાન પઠાણે ચા પાણી પીવા માટે ઘેર બોલાવ્યા પછી ઝઘડો કરી પાઈપ વડે હુમલો કરીને હાથ પગમાં ફેકચર સહિતની ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત પ્રૌઢે સારવાર લઇ આ હુમલાના બનાવમાં તેના મિત્ર ફિરદોશખાને ચા-પાણી પીવા પોતાના ઘેર બોલાવ્યો હતો. જ્યાં પૈસાની લેતી દેતી મામલે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. તેથી આરોપીએ હુમલો કરી હાથ-પગ ભાંગી નાખતા હેકો એમ.પી. ગોરાણિયા તથા સ્ટાફે ગુનો નોંધી હુમલાખોરને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.