દેશમાં હાલ IPL ચાલી રહી છે પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દર્શકો વગર જ મેચ રમાઈ રહી છે. ત્યારે ગુજરાતના ક્રિકેટપ્રેમીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ માટે BCCIએ મંજુરી આપી દીધી છે. અને સૌરાષ્ટ્ર ક્રીકેટ અસોસિએશન દ્રારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.IPL બાદ આ ટુર્નામેન્ટ શરુ થશે.
બીસીસીઆઈના જનરલ મેનેજર ધીરજ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ બોર્ડે દેશમાં વર્લ્ડકપ યોજાવાની આશા છોડી નથી. ધીરજ મલ્હોત્રની હાલમાં જ ટુર્નામેન્ટના ડીરેક્ટર તરીકે પસંદગી કરવામાં આવી છે. પરંતુ જો ભારતમાં કોરોના કાબુમાં નહી આવે તો આ વર્ષે ICC ટી-20 વર્લ્ડકપ યુએઈમાં સ્થળાંતર થઇ શકે છે. ટી-20 વર્લ્ડકપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે યોજવાનો છે.
ત્યારે BCCIના કાર્યકારી CEO હેમાંગ અમીને સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ અંગે માહિતી આપી છે. પરંતુ દેશમાં કોરોનાનું સંક્રમણ વધુ હોવાથી આ ટુર્નામેન્ટમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. આ અંગે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.