જામનગર બાર એસો. દ્વારા આજરોજ રક્તદાન કેમ્પ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ડિસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગ લાલ બંગલા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ જી.જી. હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા બાર વર્ષથી યોજાતા રકતદાન કેમ્પમાં આજે 25મો રકતદાન કેમ્પ યોજાયો હતો. આ તકે જામનગર બાર એસો.ના પ્રમુખ ભરતભાઇ સુવા, સિનિ. એડવોકેટ અશોક નંદા સહિતના અગ્રણીઓ તેમજ વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.