જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તિકરણની કામગીરી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે 16 દુકાનધારકો પાસેથી 22 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તથા રૂા. 7650નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક નું વેચાણ કરવું કે ગ્રાહકોને આપવું પ્રતિબંધિત હોય જે સંદર્ભમાં જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાના કર્મચારી દ્વારા શહેરના ઝોન વાઇઝ વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લઈ દુકાનદારો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ચાર ઝોન વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીકરણ કામગીરી કરવામાં આવી. જેમાં અલગ અલગ 16 દુકાન ધારકો પાસે કુલ 22 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરી રૂા.7650 વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં કોર્પોરેટરો ક્રિષ્નાબેન સોઢા, પાર્થભાઈ જેઠવા, મુકેશભાઈ માતંગ દ્વારા વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકથી થતા નુકશાન બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા.


